રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર, પરશોત્તમ રુપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલ ઉચ્ચારણો બદલ ક્ષત્રિય સમાજ આંદોલન ચલાવી રહ્યું છે. જો કે રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફિ માગી છે. આમ છતા ક્ષત્રિય સમાજ, રૂપાલાને પડતા મુકવાની તેમની માગણી અંગે અડગ છે. દરમિયાન ક્ષત્રિય સમાજે હવે રુપાલા વિરુદ્ધ ગામે ગામ આંદોલન કરવાની જાહેરાત કરી છે. જેને ઓપરેશન રૂપાલા નામ આપ્યું છે.