1 થી 3 માર્ચ સુધી અંબાણી પરિવારના નાના પુત્ર અનંત અંબાણી અને તેની મંગેતર રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેલિબ્રેશન થશે
અનંત-રાધિકાની પ્રી-વેડિંગ પાર્ટીમાં લગભગ 1000 મહેમાનો હાજરી આપશે
એક ઇન્ટરવ્યુમાં અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ વિષે કેટલીક વાતો કહી છે
અનંત અંબણીએ કહ્યું કે તે કદી લગ્ન કરવા ઇચ્છતા ન હતા, કારણ હતું તેમની બીમારી
ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર બાળપણથી જ ગંભીર અસ્થમાથી પીડિત છે
જેના કારણે તેને સ્ટીરોઈડ દવાઓ આપવામાં આવી છે. અનંતની સ્થૂળતાનું આ સૌથી મોટું કારણ છે
અનંત અંબાણીએ જણાવ્યું કે કેવી રીતે તેમની ભાવિ પત્ની અને બાળપણની મિત્ર રાધિકા મર્ચન્ટે તેમને સાથ આપ્યો અને આ મુશ્કેલ સમયમાં ક્યારેય તેમનો હાથ છોડ્યો નહીં
અનંત અંબાણીએ કહ્યું, "રાધિકા મારી ડ્રીમ ગર્લ છે, મેં નાનપણથી જ વિચાર્યું હતું કે હું ક્યારેય લગ્ન નહીં કરું, કારણ કે હું હંમેશા પ્રાણીઓનું ધ્યાન રાખવા માંગતો હતો
અનંતે કહ્યું, “જ્યારે હું સ્વાસ્થ્ય સમસ્યાઓથી ઝઝૂમી રહ્યો હતો ત્યારે મારા મુશ્કેલ સમયમાં રાધિકા એક આધારસ્તંભની જેમ ઉભી હતી