અમદાવાદમાં મકાનો તોડવાને લઈ ક્ષત્રિય ઠાકોર સમાજે હિંમતનગરમાં આવેદનપત્ર આપ્યુ

| Updated on: Mar 04, 2024 | 7:47 PM

અમદાવાદમાં 150 જેટલા મકાનો તોડવાને લઈ તેના પડઘા હવે સાબરકાંઠામાં પણ પડ્યા છે. ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનોએ હિંમતનગર શહેરમાં જિલ્લા સેવા સદન પહોંચીને ક્લેકટરને આવેદન પત્ર આપ્યુ હતુ. આ સાથે જ ઠાકોર સમય આગામી દિવસમાં વધુ ઉગ્ર બનવાની ચીમકી આ મામલે આપી હતી.

અમદાવાદમાં 150 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા અને જેને લઈ હવે તેના પડઘા રાજ્યના અન્ય વિસ્તારમાં પણ પડ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં પણ ઠાકોર સમાજ દ્વારા આ અંગે આવેદન પત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. સ્થાનિક ઠાકોર સમાજના અગ્રણી સહિત અન્ય લોકોએ એકઠા થઇને જિલ્લા સેવા સદન પહોંચી આવેદન પત્ર આપીને રજૂઆત કરી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં પ્રથમવાર હિંમતનગરમાં વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતા પુસ્તકનું વિતરણ

ઠાકોર સમાજમાં મકાન તોડવાને લઈ ઘેરા પ્રત્યાઘાત પડ્યા હોવાનો રોષ ઠાલવ્યો હતો. સામે બોર્ડની પરીક્ષાઓ હોવા સમયે જ 700 થી વધારે લોકોએ મકાન તૂટવાથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાની રજૂઆત અધિક ક્લેકટરને કરી હતી. સમાજના અગ્રણી દ્વારા અધિક ક્લેકટરને આવેદન પત્ર આપ્યુ હતુ. રજૂઆત બાદ મીડિયાને બતાવ્યુ હતુ કે, આવનારા દિવસોમાં આ મામલે સમાજ ઉગ્ર બની શકે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

‘રામ’ના નામે અર્જુન મોઢવાડિયાના કોંગ્રેસને રામ રામ, જુઓ રાજીનામા બાદ શું કહ્યું
નીતિન પટેલના મહેસાણામાં કાર્યક્રમ દરમિયાન ટિકિટની વાતો વચ્ચે ખિસ્સાં કપાયા
‘રામ’ના નામે અર્જુન મોઢવાડિયાના કોંગ્રેસને રામ રામ, જુઓ રાજીનામા બાદ શું કહ્યું
નીતિન પટેલના મહેસાણામાં કાર્યક્રમ દરમિયાન ટિકિટની વાતો વચ્ચે ખિસ્સાં કપાયા