સુરત : ડુમ્મસમાં કાપડના ગોડાઉનમાં આગ લગતા દોડધામ મચી, 8 ફાયર ટેન્ડરે સ્થિતિ પર કાબુ મેળવ્યો, જુઓ વીડિયો
સુરતઃ ડુમ્મસ વિસ્તારમાં આગ લગતા દોડધામ મચી ગઈ હતી. વિસ્તાર ઇમરજન્સી સાયરનોના અવાજથી ગુંજી ઉઠ્યો હતો અને ફાયર બ્રિગેડની ગાડીઓ દોડધામ કરતી નજરે પડી રહી હતી. સ્થાનિક વિસ્તારમાં કાપડના ગોડાઉનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

સૂત્રો અનુસાર વસંસરી ફાર્મની સામે કાપડના ગોડાઉનમાં આગ લાગી હતી. સ્થિતિ ઉપર કાબુ મેળવવાના સ્થાનિકોના પ્રયાસ અપૂરતા સાબિત થતા ફાયર બ્રિગેડને મદદ માટે કોલ અપાયો હતો. આગના વિકરાળ સ્વરૂપને જોતા વેસું, અડાજણ, અને મજુરા ફાયર વિભાગની ગાડી ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. કુલ 8 ગાડીઓ દ્વારા આગ કાબુમાં લેવામાં આવી હતી.