સુરત વીડિયો : દારૂની હેરફેરનાઆ કીમિયાને જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી, 2 લોકો ની ધરપકડ કરી શરાબનો મોટો જથ્થો કબ્જે કરાયો
સુરત: પોલીસે શહેરના કડોદરા મેઈન રોડ પર દારૂ ભરેલા પીકઅપ વાન સાથે એક યુવકની ધરપકડ કરી છે. આ ઉપરાંત પોલીસથી દારૂ ભરેલા વાહનને બચાવવા ટેમ્પોનું પાયલોટિંગ કરતા એક બાઈકચાલકને પણ ઝડપી પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે ટેમ્પોમાં ચોરખાનું બનાવી દારૂની હેફેર કરવામાં આવતી હતી
સુરત: પોલીસે શહેરના કડોદરા મેઈન રોડ પર દારૂ ભરેલા પીકઅપ વાન સાથે એક યુવકની ધરપકડ કરી છે. આ ઉપરાંત પોલીસથી દારૂ ભરેલા વાહનને બચાવવા ટેમ્પોનું પાયલોટિંગ કરતા એક બાઈકચાલકને પણ ઝડપી પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે ટેમ્પોમાં ચોરખાનું બનાવી દારૂની હેફેર કરવામાં આવતી હતી પણ ચોક્કસ બાતમીના આધારે પોલીસે આ જથ્થો ઝડપી પડ્યો હતો.
બુટલેગરે છોટા હાથી ટેમ્પોમાં ચોરખાનું બનાવી દારૂ સંતાડ્યો હતો. પોલીસે બોનેટનું લોક ખોલ્યું ત્યારે જે દ્રશ્ય નજરે પડ્યું તે જોઈ અધિકારીઓની પણ આખો પહોળી થઈ ગઈ હતી. પીકઅપ વનના લોગો નીચે એક લોક લગાડવામાં આવ્યું હતું જેને ખોલવામાં આવતા દારૂની બોટલો નીચે પડવા માંડી હતી. આ ઉપરાંત પોલીસે વાહનની ડ્રાઇવર કેબિનમાં સીટો પણ ખોલતાં મોટી માત્રામાં દારૂનો ઝડપાયો હતો. પોલીસે બં લોકોની ધરપકડ કરી ટેમ્પો, બાઈક અને દારૂનો જથ્થો મળી કુલ રૂપિયા 5.91 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.