આલુ જી..આલુ જી ! GQ મેન ઑફ ધ યર ઇવેન્ટમાં બોલ્ડ લુકમાં પહોચી આલિયા ભટ્ટ, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Nov 23, 2023 | 3:12 PM

અભિનેત્રીએ મુંબઈમાં સેન્ટ રેજીસ હોટેલ ખાતે જીક્યુની મેન ઓફ ધ યર ઈવેન્ટમાં હાજરી આપી હતી. આ ઈવેન્ટમાં આલિયા ખૂબ જ બોલ્ડ લુકમાં જોવા મળી હતી, જેની તસવીરો તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. જો કે, આલિયાને આ સમયગાળા દરમિયાન પેપ્સે આલુ જી...આલુ જી કરીને બુમો પાડી. જોકે આ સાંભળીને આલિયા હસવા લાગી હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

બોલિવૂડમાં પોતાની અલગ ઓળખ બનાવી ચૂકેલી આલિયા ભટ્ટ તેના ફેશન સેન્સને લઈને પણ ઘણી ફેમસ છે. આલિયા ભટ્ટ માત્ર તેના અભિનય માટે જ નહીં પરંતુ તેની સ્ટાઈલ માટે પણ ચર્ચામાં રહે છે. તાજેતરમાં, અભિનેત્રીને ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં તેના દમદાર અભિનય માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવી હતી. જે બાદ આલિયા ભટ્ટ તાજેતરમાં જ મુંબઈની સેન્ટ રેજીસ હોટેલમાં GQની મેન ઓફ ધ યર ઈવેન્ટમાં બેહદ બોલ્ડ લુકમાં જોવા મળી હતી.

અભિનેત્રીએ મુંબઈમાં સેન્ટ રેજીસ હોટેલ ખાતે જીક્યુની મેન ઓફ ધ યર ઈવેન્ટમાં હાજરી આપી હતી. આ ઈવેન્ટમાં આલિયા ખૂબ જ બોલ્ડ લુકમાં જોવા મળી હતી, જેની તસવીરો તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. જો કે, આલિયાને આ સમયગાળા દરમિયાન પેપ્સે આલુ જી…આલુ જી કરીને બુમો પાડી. જોકે આ સાંભળીને આલિયા હસવા લાગી હતી. આ ઈવેન્ટ માટે આલિયાએ મરૂન મિની જમ્પસૂટ પસંદ કર્યો છે અને મેચિંગ શૂઝ સાથે આ લુક કમ્પ્લીટ કર્યો છે. આલિયા જ્યારે રેડ કાર્પેટ પર દેખાઈ ત્યારે તેના લુકે બધાનું ધ્યાન ખેંચ્યું હતું.

Published on: Nov 23, 2023 03:11 PM