Gujarat Rain : કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત, આજે 29 જિલ્લામાં વરસાદની આગાહી, જુઓ Video
Gujarat Weather હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. આ કમોસમી વરસાદે તબાહી મચાવી છે. ખેડૂતોના પાક પર તે આફત બનીને આવ્યો છે. એટલુ જ નહીં કમોસમી વરસાદને કારણે ગુજરાતમાં બે વ્યક્તિઓના મોત થયા છે.
હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. આ કમોસમી વરસાદે તબાહી મચાવી છે. ખેડૂતોના પાક પર તે આફત બનીને આવ્યો છે. એટલુ જ નહીં કમોસમી વરસાદને કારણે ગુજરાતમાં બે વ્યક્તિઓના મોત થયા છે.
કમોસમી વરસાદે મચાવી તબાહી
ભરઉનાળે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે કરાં અને વરસાદને કારણે ઠેર-ઠેર હાલાકી સર્જાઇ છે. ભાવનગર, બોટાદ, અમરેલી, વલસાડ, સાબરકાંઠા-હિંમતનગર, બનાસકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર, અરવલ્લી, ડાંગ સહિતના જિલ્લાઓ અને સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં વરસાદ પડ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં ખેડૂતો ચિંતિંત થયા છે.
ગાજવીજ સાથે વરસાદની આગાહી
આજે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓ પણ માવઠાની ઝપેટમાં આવી શકે છે. આંધી અને વંટોળ સાથે વરસાદી ઝાપટા પણ આવી શકે છે. હવામાન વિભાગે વરસાદી રાઉન્ડની આગાહી કરી છે.
શું છે કમોસમી વરસાદનું કારણ ?
આપને જણાવી દઈએ કે, હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં 16 મે સુધી વરસાદ પડવાની આગાહી કરાઈ છે. ઉત્તર અરબ સાગરમાં અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં વરસાદ વરસવાની શક્યતા કરવામાં આવી છે. આજથી ચાર દિવસ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી કરેલી છે. તો આ વર્ષે રાજ્યમાં પાંચ મહિનામાં આ ચોથી વખત કમોસમી વરસાદ પડ્યો છે.