દેવભૂમિ દ્વારકા
જામ ખંભાળીયા, નવા બનેલા દેવભૂમિ દ્વારકા જીલ્લાનું વડું મથક છે, જે 15 મી ઓગસ્ટ 2013 ના રોજ જામનગર જીલ્લામાંથી અલગ બનાવવામાં આવ્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાની રચના 15 ઓગસ્ટ, 2013ના રોજ સાત નવરચિત જિલ્લાઓ સાથે થઇ હતી. આ જિલ્લો જામનગર જિલ્લામાંથી છૂટો પડાયો હતો જીલ્લામાં 4 તાલુકા છે: ખંભાળિયા, કલ્યાણપુર, દ્વારકા અને ભાણવડ નામ આપવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પ્રખ્યાત દ્વારકાધિશનું મંદીર આવેલું છે. જે હિંદુ પૌરાણિક કથાઓ મુજબનું ચાર પવિત્ર સ્થળોમાંનું એક છે. દ્વારકા ગુજરાતની પ્રથમ રાજધાની હોવાનું માનવામાં આવે છે. શહેરના નામનો શાબ્દિક અર્થ થાય છે “સ્વર્ગનું પ્રવેશદ્વાર” સંસ્કૃતમાં, દ્વારનો અર્થ “દ્વાર” અને કા સંદર્ભ “બ્રહ્મા” થાય છે. દ્વારકાને સમગ્ર ઇતિહાસમાં “મોક્ષપુરી”, “દ્વારકામતી” અને “દ્વારકાવતી” તરીકે ઓળખવામાં આવે છે. મહાભારતના પ્રાચીન ઐતિહાસિક મહાકાવ્યમાં તેનો ઉલ્લેખ થયો છે. દંતકથા અનુસાર, મથુરા ખાતે કાકા કંસને હરાવીને અને હત્યા કર્યા બાદ કૃષ્ણ અહીં સ્થાયી થયા હતા. કૃષ્ણના મથુરાથી દ્વારકાના સ્થળાંતરની આ પૌરાણિક કથા નજીકથી ગુજરાતની સંસ્કૃતિ સાથે સંકળાયેલી છે. પ્રવાસન સ્થળ વિશે વાત કરવામાં આવે તો ઘુમલી, સોન કંસારી મંદિર ભાણવડ, હાથલા, હર્ષદ માતા મંદિરનો સમાવેશ થાય છે. આ પેજ પર Dev Bhumi Dwarka News, Dev Bhumi Dwarka News Today, Dev Bhumi Dwarka Latest News, Dev Bhumi Dwarka News in Gujarati, Dev Bhumi Dwarka Local News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. ”