દેવભૂમિ દ્વારકા વીડિયો : ખંભાળીયામાં પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ, મહિલાઓએ ઘરે- ઘરે જઇ લગાવ્યા પોસ્ટર
દેવભૂમિ દ્વારકાના ખંભાળીયામાં પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ કરી છે. રાજપૂત સમાજના પુરુષો બાદ હવે મહિલાઓ પણ મેદાને ઉતરી છે. ખંભાળીયાના વિનાયક સોસાયટી વિસ્તારમાં મહિલાઓએ ઘરે- ઘરે જઇ પોસ્ટર લગાવ્યા છે.
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી પરષોત્તમ રુપાલાની ટિકિટ રદ કરવાની માગ કરવામાં આવી રહી છે. ત્યારે દેવભૂમિ દ્વારકાના ખંભાળીયામાં પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ કરી છે. રાજપૂત સમાજના પુરુષો બાદ હવે મહિલાઓ પણ મેદાને ઉતરી છે. ખંભાળીયાના વિનાયક સોસાયટી વિસ્તારમાં મહિલાઓએ ઘરે- ઘરે જઇ પોસ્ટર લગાવ્યા છે. પુરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન કરાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી છે.
બીજી તરફ અમદાવાદમાં રાજપૂત વિધાભવન ખાતે રૂપાલાની ટિકિટ રદ કરવા રાજપૂત સમાજે કેન્ડલ માર્ચ યોજી વિરોધ નોંધાવ્યો હતો. જ્યાં ક્ષત્રિય આગેવાન અશ્વિનસિંહ સરવૈયાએ કહ્યું કે ગોંડલ ખાતે યોજાયેલી બેઠકમાં રાજપૂત સમાજના આગેવાનોને ન બોલાવતા નારાજગી છે. જો રૂપાલાને બદલવામાં નહીં આવે તો આંદોલનનો વ્યાપ વધશે સમસ્ત ભારતમાં રાજપૂત સમાજ વસે છે અને સોશિયલ મીડિયા થકી અમારું આંદોલન ગુજરાત બહાર પહોંચી ગયું છે.