નવસારી
“નવસારી ગુજરાતનું પ્રાચીન અને ઐતિહાસિક શહેર છે. તે સમુદ્ર સપાટીથી ઉપર હોવાના કારણે ઉનાળામાં પણ હવામાન સારું રહે છે. નવસારી, મુંબઇ અને અમદાવાદ વચ્ચે બ્રોડ ગેજ રેલવે લાઇનનું મહત્વનું સ્ટેશન છે. અમદાવાદ-મુંબઇ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં .8 દ્વારા, પરિવહન બસ સેવા મારફત નવસારી ગુજરાતનાં મોટા શહેરો સાથે જોડાયેલ છે. સ્વતંત્રતા પહેલાં નવસારી જૂના વડોદરા રાજ્યનું મુખ્ય શહેર હતું. 1 લી મે, 1949 થી નવસારીને સુરત જીલ્લામાં સમાવવામાં આવ્યો હતો. ત્યારબાદ 1964 ના જુન મહિનામાં સુરત જીલ્લામાં સુધારા કરવામાં આવ્યો અને વલસાડ જિલ્લામાં નવસારી જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 2 ઓક્ટોબર 1997 ના રોજ નવસારી જિલ્લો અસ્તિત્વમાં આવ્યો. જૂના હસ્તલેખ મુજબ તે જોઇ શકાય છે કે નવસારી 7મી સદીમાં પ્રખ્યાત હતુ. 671 એડીમાં “સામના નવ સારિકા” તરીકે ઓળખાતું હતું. નવસારીના પ્રારંભિક સમયમાં લોકો વિવિધ ટેકરીઓ પર વસાહતો કરતા હોવાનુ જાણવા મળે છે. અને એવુ માનવામાં આવે છે કે વસ્તી ગીચતા ને કારણે તે નીચાણવાળા વિસ્તારોમાં જયને વસ્યા હસે. વિવિધ ટેકરીઓની હરોળ બનાવડ, કામુષ મહૌલો, મુસલમાન મહૌલો, પાટવાશેરી, ડુંગડવાડ, મોટા મહૌલો, દમદા મહૌલો, વહોરવાડ ત્યાં છે, જ્યારે ધૃતવાડ, દેસાઈવાડ, સૈાગાવાડ, કાન્ગાંવાડ, બાજારવાડ, ગોલવાડ વગેરે નીચાણવાળા વિસ્તાર છે. નવસારીના તરોટા બજારમાં પારસી લોકો વસે છે. પારસી વસ્તીની વચ્ચે આતશ બેહરામની સ્થાપના કરવામાં આવી હતી અને પારસી લોકોની વધેલી વસતીના પરિણામે હાલના વિરાવળ વિસ્તારમાં પારસી લોકો જોવા મળે છે. પ્રાચીન સમયમાં નવસારી તેના વેપાર અને ઉદ્યોગો માટે જાણીતુ હતુ. એડી પહેલાં, ગ્રીકના મતે, નવસારીને ભારતના પશ્ચિમી તટનુ એક પ્રસિદ્ધ બંદર તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. નવસારીના વણાટના કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી અને “બાસ્તા” એટલે “જગ” વિખ્યાત વણાટના કામ ને જાણવા માટે વિદેશી વેપારીઓ નવસારીની મુલાકાત લેતા હતા. નવસારી “જરદોત્થી” કાર્ય (જરી ભરતકામ) માટે પણ પ્રસિદ્ધ બન્યુ છે. અહીંની પ્રજાની જાતિઓ મુખ્યત્વે ધોડિઆ, કુકણા, કોળી, હળપતિ, નાયકા, કણબી, આહિર ભરવાડ, માહ્યાવંશી, માછી અને દેસાઈ છે. મુંબઈ પછી નવસારીમાં પારસી લોકો વધુ સંખ્યામાં રહે છે. સાથે સાથે મુસ્લિમોની વસ્તી પણ નોંધપાત્ર છે. નવસારીમાં શેઠ જમશેદજી જીજાબઈનું નામ મહત્વનું સ્થાન ધરાવે છે.જોવા લાયક સ્થળોમાં ઉનાઈ અને દાંડી મુખ્યત્વે છે. આ પેજ પર Navsari , Navsari Latest News , Navsari Political News, navsari Sports News, Navsari News Today, Navsari News in Gujarati, Navsari Business News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “