નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર : આ કારણે મીઠી મધુરી કેરીની સીઝન બગડવાનો ભય દેખાઈ રહ્યો છે, જુઓ વીડિયો
નવસારી : દક્ષિણ ગુજરાતમાં ભર ઉનાળે આકાશમાં કાળાડિબાંગ વાદળોનું સામ્રાજ્ય જામ્યું છે. કમોસમી વરસાદના કારણે ગરમીમાં રાહત મળે ન મળે પણ ખેડૂતોના લલાટે ચિંતાની લકીરો ચોક્કસ જોવા મળી છે.
નવસારી : દક્ષિણ ગુજરાત અને ભાવનગરમાં ભર ઉનાળે આકાશમાં કાળાડિબાંગ વાદળોનું સામ્રાજ્ય જામ્યું છે. કમોસમી વરસાદના કારણે ગરમીમાં રાહત મળે ન મળે પણ ખેડૂતોના લલાટે ચિંતાની લકીરો ચોક્કસ જોવા મળી છે. નવસારીમાં હાલની સીઝનના ખુબ વખણાતા કેરી અને ચીકુના પાકને વરસાદના કારણે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
નવસારીની કેસર કેરી ખુબ જાણીતી છે જે દક્ષિણ અને મધ્ય ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર સુધીના બજારોમાં લોકપ્રિય હોય છે. કમોસમી વરસાદના કારણે કેરીના પાકને નુકસાન પહોંચવાની ભીતિ છે. આમપણ ચાલુ વર્ષે આંબામાં ઓર મોર મોડો બેસવાથી સીઝન મોડી શરૂ થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ હતી. હજુતો ખેડૂતોએ કેરીના પાક એપીએમસી નજરમાં મોકલવાની શરૂઆત કરી જ છે ત્યાં માવઠાએ સીઝન સારી જવાની આશાઓ પર પાણી ફેરવ્યું છે. કેરી સાથે ચીકુના પાકને પણ નુકસાન થવાનો ભય છે.
આ પણ વાંચો : ગુજરાતમાં આ નદી મીઠા અને ખારા બંને પ્રવાહમાં વહી રહી છે, લોકમાતા તરીકે ઓળખાતી નદીનું રહસ્ય શું છે?