અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો, અનેક વિસ્તારોમાં આંધી સાથે વરસાદ, ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ
હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. જેને લઈને અમદાવાદ સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં પ્રિમોન્સુન એક્ટિવિટી જોવા મળી છે. ઉત્તર ગુજરાતમાં અંબાજી સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. તો ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ છવાયો છે.
હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. અનેક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડી છે. શહેરના ગોતા, એસ.જી.હાઈવે, વૈષ્ણોદેવી, જગતપુર અને પાલડી જેવા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો છે, તો શાહીબાગ, રિવરફ્રન્ટ અને સરદારનગર સહિતના વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડી છે. ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. જેને લઈને અમદાવાદ સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં પ્રિમોન્સુન એક્ટિવિટી જોવા મળી છે. ઉત્તર ગુજરાતમાં અંબાજી સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. તો ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ છવાયો છે. ઠેર ઠેર પડી રહેલા કમોસમી વરસાદે ગરમીમાં ચોક્કસ રાહત આપી. ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય, સૌરાષ્ટ્ર અને દક્ષિણના અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે.