નવસારી નજીક દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા, 2 ને બચાવાયા, 4 લાપત્તા- જુઓ Video

નવસારી નજીક દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા, 2 ને બચાવાયા, 4 લાપત્તા- જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2024 | 6:23 PM

નવસારીના ખડસુપામાં રહેતો પરિવાર રજાઓની મજા માણવા દાંડીના દરિયા કિનારે આવ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે 4 લોકો હજુ લાપતા છે, જેમને શોધવાની કવાયત શરૂ કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતના સહેલાણીઓ માટે હરવા ફરવાનું સ્થળ એટલે દાંડીનો દરિયા કિનારો. નવસારી નજીક આવેલા દાંડીના દરિયા કિનારે સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી લોકો ઉમટી પડતા હોય છે. ત્યારે આજે દાંડીના દરિયા કિનારે 6 લોકોના ડૂબી જવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે 4 લોકો હજુ લાપતા છે.

ઘટનાની જાણ ફાયર વિભાગના કર્મચારીઓને કરાતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી છે. તો સાથે સ્થાનિક લોકો અને પોલીસ વિભાગ પણ ખડેપગે છે. ડૂબેલા 6 લોકો પૈકી 2 લોકોને બચાવી લેવાયા છે, જ્યારે 2 મહિલા અને 2 પુરૂષોને શોધવાની કવાયત શરૂ કરવામાં આવી છે.

નવસારીના ખડસુપામાં રહેતો પરિવાર રજાઓની મજા માણવા દાંડીના દરિયા કિનારે આવ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. દાંડીના દરિયા કિનારે ભૂતકાળમાં અનેક લોકો ડૂબ્યા હોવાના બનાવ સામે આવ્યા છે, ત્યારે આજે વધુ એક આવો બનાવ સામે આવ્યો છે.

Published on: May 12, 2024 06:18 PM
g clip-path="url(#clip0_868_265)">