Navsari Video: આંતલિયા અને ઉંડાચ ગામને જોડતા પુલનું સમારકામ ન થતા ગ્રામજનોમાં રોષ
રાજ્યમાં અનેક અંતરિયાળ વિસ્તારોમાં પાકા રોડ રસ્તાઓ નથી. જ્યારે નવસારીમાં આંતલિયા અને ઉંડાચ ગામને જોડતા પુલ તો છે પરંતુ તે જર્જરિત હાલતમાં છે. જેનું સમારકામ ન થતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. બે વર્ષથી કારીગરો ગોકળગતિએ કામ કરતા હોવાના ગ્રામજનોનો આરોપ છે.
રાજ્યમાં અનેક અંતરિયાળ વિસ્તારોમાં પાકા રોડ રસ્તાઓ નથી. જ્યારે નવસારીમાં આંતલિયા અને ઉંડાચ ગામને જોડતા પુલ તો છે, પરંતુ તે જર્જરિત હાલતમાં છે. જેનું સમારકામ ન થતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. બે વર્ષથી કારીગરો ગોકળગતિએ કામ કરતા હોવાનો ગ્રામજનોનો આરોપ છે.
જો પુલનું કામ નહીં થાય તો ઉંડાચ, જેસિયા, વાઘલધરા, બળવાડા સહિત ગામના લોકોએ વિરોધ નોંધાવ્યો છે. પુલ નહીં તો મત નહીં ના સૂત્ર સાથે ગ્રામજનોએ લોકસભાની ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી આપી છે. 10 વર્ષ પહેલા કરોડોના ખર્ચે બનેલ પુલના બે પિલર 2 વર્ષ અગાઉ બેસી ગયા હતા. સમારકામ શરૂ થયાને 2 વર્ષ પૂર્ણ થયા પણ પુલ ચાલુ ન થયો.
Latest Videos