નવસારી બેઠક પરથી કોંગ્રેસે ભાજપના દિગ્ગજ અને કદાવર નેતા સી.આર.પાટીલ સામે નૈષધ દેસાઈને મેદાને ઉતાર્યા છે. નૈષધ દેસાઈ સ્વતંત્રતા સેનાની રહેલા પરિવારમાંથી આવે છે. શ્રમિકોના હક્ક માટે તેઓ સતત લડતા આવ્યા છે. નૈષધ દેસાઇ કોંગ્રેસના વરિષ્ઠ પ્રવક્તા રહી ચુક્યા છે. ઈનટુક પ્રેસિડેન્ટ તરીકે વર્ષો સુધી સેવારત રહ્યા છે. નવસારીથી સી.આર. પાટીલ V/S નૈષધ દેસાઈની ટક્કર જોવા મળશે.