નવસારી : ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો, જુઓ વીડિયો
નવસારી :ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ નવસારીથી ઉમેદવારીઓ કરી રહ્યા છે. ગત લોકસભા ચૂંટણીમાં રેકોર્ડબ્રેક મતના તફાવતથી વિજય મેળવનાર પાટીલે પોતાના મત વિસ્તારમાં પ્રચાર શરુ કર્યો છે. જલાલપોર અને નવસારીના 22 જેટલા ગામોમાં પાટીલનો પ્રચાર શરૂ થયો છે.

આગામી 7 દિવસમાં કાર્યકરો સાથે જીલ્લાના દરેક મતદારો સુધી પહોંચવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. 13 જેટલા માઇનસ બુથોને પ્લસ કરવાનું લક્ષ્યાંક નક્કી કરી ભાજપ પ્રદેશ અધ્યક્ષ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. સી. આર. પાટીલની સભા હતી. નવસારીના ટાટા હોલ ખાતે યુવા સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું જે અવસરે PM મોદીના શાસનકાળના પાટીલે વખાણ કર્યા હતા. નરેન્દ્ર મોદીના શાસનકાળમાં મહિલાઓનાં નેતૃત્વમાં વધારો થયાનો તેમણે દાવો કર્યો હતો.આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયાની વાત કરતા તેમણે PM મોદીને દીર્ઘદ્રષ્ટા ગણાવ્યા હતા.
આ પણ વાંચો : આજે ગુજરાતનો સ્થાપના દિવસ, PM નરેન્દ્ર મોદી, અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલે આપી શુભકામના