ભારતીય જનતા પાર્ટી
ભારતીય જનતા પાર્ટી (BJP) એક રાજકીય પક્ષ છે. અત્યારે ભાજપ દેશની સૌથી મોટી પાર્ટી છે. ભાજપ 2014થી કેન્દ્રમાં સત્તા પર છે. આ સાથે આ પાર્ટી દેશના ઘણા રાજ્યોમાં પણ સત્તા પર છે.
ભાજપની રચના 1980માં થઈ હતી. 1984માં લોકસભા ચૂંટણીમાં ભાજપને માત્ર 2 બેઠકો મળી હતી. બાદમાં રામ મંદિરને લઈને ચાલી રહેલા આંદોલનને કારણે પાર્ટીને ખૂબ વેગ મળ્યો. 1996માં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં અનેક પક્ષો સાથે મળીને એનડીએની રચના કરવામાં આવી હતી અને 2004 સુધી કેન્દ્રમાં ભાજપ સત્તામાં રહ્યું હતું. આ પછી ભાજપ 10 વર્ષ સુધી કેન્દ્રમાં સત્તાથી દૂર રહ્યો, પરંતુ મુખ્ય વિપક્ષી પાર્ટી રહી.
2014માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને બહુમતી મળી હતી. આ પછી, 2019 માં તેનાથી પણ મોટી જીત હાંસલ કરવામાં આવી હતી. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા અને સમાન નાગરિક સંહિતા વગેરે ભાજપનો મુખ્ય એજન્ડા છે. નોંધનીય છે કે પાર્ટીએ ઘણા મુદ્દાઓ પર સફળતા હાંસલ કરી છે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે જે 22 જાન્યુઆરી 2024એ રામ લલ્લાની પ્રતિષ્ઠા સાથે લોકો માટે ખુલ્લુ મુકાશે. જ્યારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવામાં આવી છે. ભાજપ વિશે એવો દાવો કરવામાં આવે છે કે તે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી છે.