દેવભૂમિ દ્વારકા વીડિયો : સુરેન્દ્રનગરથી પગપાળા દ્વારકા જઈ રહેલા 48 યાત્રિકોને ફુડ પોઈઝનિંગ, સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા

દેવભૂમિ દ્વારકા વીડિયો : સુરેન્દ્રનગરથી પગપાળા દ્વારકા જઈ રહેલા 48 યાત્રિકોને ફુડ પોઈઝનિંગ, સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 21, 2024 | 4:26 PM

દેવભૂમિ દ્વારકામાં પગપાળા યાત્રા પર નીકળેલા યાત્રિકોને પોઈઝનિંગની અસર જોવા મળી છે.  કેમ્પમાં બનાવેલું ભોજન લીધા બાદ 48 લોકોને ઝાડા-ઊલટી થઈ હતી. સુરેન્દ્રનગરથી દ્વારકા જઈ રહેલા યાત્રિકોને પોઈઝનિંગ થયુ છે.

રાજ્યમાં ઉનાળાની શરુઆતથી જ ફુડ પોઈઝનિંગની ઘટના સામે આવી રહી છે. ત્યારે આ પ્રકારની ઘટના  દેવભૂમિ દ્વારકામાં પણ બની છે. દેવભૂમિ દ્વારકામાં પગપાળા યાત્રા પર નીકળેલા યાત્રિકોને પોઈઝનિંગની અસર જોવા મળી છે.  કેમ્પમાં બનાવેલું ભોજન લીધા બાદ 48 લોકોને ઝાડા-ઊલટી થઈ હતી.

સુરેન્દ્રનગરથી દ્વારકા જઈ રહેલા યાત્રિકોને પોઈઝનિંગ થયુ છે. તમામ દર્દીઓને ખંભાળિયાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. તેમજ રાત્રે સારવાર બાદ તબિયતમાં સુધારો થતા દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે.

બીજી તરફ આ અગાઉ રાજકોટના  ગોંડલમાં અક્ષરમંદિરમાં આવેલા પ્રવાસી અને વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. ગોંડલમાં સ્વામિનારાયણ મંદિરે સવારે કુલ 60 લોકોને ફૂડ પોઈઝનિંગ થયુ હતુ.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: Mar 21, 2024 04:02 PM
g clip-path="url(#clip0_868_265)">