દેવભૂમિ દ્વારકા : ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી  દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ, 3200 લીટર  કાચો આથો ઝડપાયો,જુઓ Video

દેવભૂમિ દ્વારકા : ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ, 3200 લીટર કાચો આથો ઝડપાયો,જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: May 04, 2024 | 5:06 PM

દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી ફરી એક વાર દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ છે. ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારુની ભઠ્ઠીઓ પર દરોડા પાડ્યા છે. 3200 લીટર દેશી દારૂમાં ઉપયોગમાં લેવાતો કાચો આથો પકડાયો છે.

રાજ્યમાં અવારનવાર નશાકારક પદાર્થનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે આવી જ એક ઘટના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બની છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી ફરી એક વાર દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ છે. ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારુની ભઠ્ઠીઓ પર દરોડા પાડ્યા છે.

3200 લીટર દેશી દારૂમાં ઉપયોગમાં લેવાતો કાચો આથો પકડાયો છે. જ્યારે 220 લીટર દેશી દારુનો જથ્થો પોલીસે જપ્ત કર્યો છે. 12 નંગ ગોળના ડબ્બા, દેશી દારુ બનાવવાના સાધનો સહિત મુદ્દામાલ જપ્ત કર્યો છે. બરડા ડુંગરનાં મોરડિયા નેશમાં આ ભઠ્ઠી ચાલતી હોવાનું સામે આવ્યુ છે.

પોલીસના દરોડા પાડતા 4 આરોપી ફરાર થયા છે. ફરાર આરોપી કરશન ચાવડા, રાજુ ચાવડા, અમરા ચાવડા અને અતુલ ચાવડા સામે ભાણવડ પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા કવાયત હાથ ધરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">