દેવભૂમિ દ્વારકા વીડિયો: ખંભાળિયામાં 40 મતદાર ધરાવતા અજાડ ટાપુ પર મતદાન માટે કરાઈ ખાસ વ્યવસ્થા
લોકશાહીમાં એક-એક મત અમૂલ્ય છે. ચૂંટણી પંચ આજ વાત મતદારોની સુધી પહોંચાડી રહ્યું છે. એટલે એકેય મતદાર મતાધિકારથી વંચિત ન રહી જાય તે માટે ચૂંટણી પંચે માઈક્રો પ્લાનિંગ કર્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં 40 મતદાર માટે મતદાન મથક તૈયાર કરશે.
લોકશાહીમાં એક-એક મત અમૂલ્ય છે. ચૂંટણી પંચ આજ વાત મતદારોની સુધી પહોંચાડી રહ્યું છે. એટલે એકેય મતદાર મતાધિકારથી વંચિત ન રહી જાય તે માટે ચૂંટણી પંચે માઈક્રો પ્લાનિંગ કર્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં 40 મતદાર માટે મતદાન મથક તૈયાર કરશે. ખંભાળિયા તાલુકાના અજાડ ટાપુ પર માત્ર 40 જેટલા જ મતદાતા છે.
અજાડ ટાપુ સહિતના સ્થળોએ વિશિષ્ટ મતદાન મથકો તૈયાર કર્યા છે. આ મતદાન મથકમાં મતદારો માટે તમામ સુવિધા રહેશે. આ મતદાન મથક પર ચૂંટણી અધિકારીઓ મોટા આસોટાથી રસ્તા મારફતે 13 કિ.મી. અંતર કાપી ગડુ વિસ્તાર પહોંચશે અને ત્યાંથી બોટ મારફત અંદાજિત 4.3 નોટીકલ માઇલ દરિયાઇ સફર ખેડીને અજાડ ટાપુ પર પહોંચશે. મતદાર મતાધિકારથી વંચિત ન રહે તે પ્રયાસ કરશે.
Latest Videos