Dwarka Video : માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ, ઉત્સવમાં ભાવી ભક્તો ઉમટ્યા

Dwarka Video : માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ, ઉત્સવમાં ભાવી ભક્તો ઉમટ્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2024 | 4:10 PM

દેવભૂમિ દ્વારકામાં માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ થયો.વિવાહનો ઉત્સવમાં ભક્તોએ માણ્યો હતો. ભવ્ય અને જાજરમાન રૂક્ષ્મણી વિવાહમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા.

દેવભૂમિ દ્વારકામાં માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ થયો.વિવાહનો ઉત્સવમાં ભક્તોએ માણ્યો હતો. ભવ્ય અને જાજરમાન રૂક્ષ્મણી વિવાહમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા. આ ત્રીદિવસીય લગ્ન મનોરથમાં રામનવમીના દિવસે સંગીત – સંધ્યાનું આયોજન કરવામાં આવે છે. દશમના દિવસે યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જ્યારે એકાદશીના દિવસે ભગવાન દ્વારકાધીશ અને માતા રૂક્ષ્મણીના લગ્નનું આયોજન કરાય છે.

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશના લગ્ન માણવાનો લહાવો બહોળી સંખ્યામાં ભક્તોએ લીધો હતો. 5 હજાર વર્ષથી ચાલતી પરંપરા મુજબ આ રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ દર વર્ષે ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે.જેમાં ભગવાન દ્વારકાધીશ અને માતા રુક્ષમણીને વિશેષ શણગાર પણ કરવામાં આવ્યો હતો.જેના દર્શનનો લાભ લેવા ભક્તો ઉમટી પડ્યા હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">