દેવભૂમિ દ્વારકા વીડિયો : દ્વારકા જિલ્લાના કોંગ્રેસના મહામંત્રી એભા કરમુરે આપ્યુ રાજીનામુ, કેસરીયો કરે તેવી શક્યતા
દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસમાં મોટું ભંગાણ થયુ છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને જિલ્લા કોંગ્રેસ મહામંત્રી એભા કરમુરે રાજીનામું આપ્યું છે. એભા કરમુરે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. 2012 વિધાનસભામાં ખંભાળિયા બેઠક પર પૂનમ માડમ સામે લડ્યા હતા.
લોકસભા ચૂંટણીની જેમ જેમ નજીક આવતી જાય છે. તેમ તેમ કોંગ્રેસમાં રાજીનામાનો વરસાદ થઈ રહ્યો છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસમાં મોટું ભંગાણ થયુ છે.
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને જિલ્લા કોંગ્રેસ મહામંત્રી એભા કરમુરે રાજીનામું આપ્યું છે. એભા કરમુરે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે.
2012 વિધાનસભામાં ખંભાળિયા બેઠક પર પૂનમ માડમ સામે લડ્યા હતા. છેલ્લા 5 ટર્મથી ખંભાળિયા APMCમાં ડિરેક્ટર પદે એભા કરમુર ચૂંટાયા છે. એભા કરમુરના રાજીનામાથી કોંગ્રેસનો ગઢ ધરાશાયી થાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. આ ઉપરાંત એભા કરમુર આગામી સમયમાં સમર્થકો સાથે કેસરિયા કરે તેવી શક્યતા છે.
Latest Videos