Chota Udepur lok sabha Seat: છોટા ઉદેપુરમાં ભાજપે વિધાનસભા હારેલા ઉમેદવાર પર મુક્યો વિશ્વાસ, જાણો કોણ છે જશુભાઈ રાઠવા
છોટાઉદેપુર જિલ્લા ભાજપા અગ્રણી અને 27 કરતા વધારે વર્ષથી ભાજપમાં સક્રિય કાર્યકર તરીકે કામગીરી કરનાર અને ભૂતકાળમાં જિલ્લા ભાજપમાં 6 જેટલા હોદ્દા ભોગવનાર જશુભાઈ ભીલુભાઈ રાઠવાને છોટા ઉદેપુરથી લોકસભાની ટિકિટ આપવામાં આવી છે. મહેસાણા અમેરેલી, જુનાગઢ અને સુરેન્દ્રનગર એમ હવે કુલ ચાર લોકસભા સીટ પર ઉમેદવારની જાહેરાત ભાજપ દ્વારા કરવાની બાકી છે.
જશુભાઈ રાઠવા પ્રદેશ આમંત્રિત ભાજપા ગુજરાત પ્રદેશ, ઉપપ્રમુખ અ.જ.જા મોરચા ભાજપા ગુજરાત પ્રદેશ, ન્યુ ગુજરાત પેટર્ન આયોજન સમિતિ છોટાઉદેપુર, સક્રિય સભ્ય ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની કામગીરી કરી રહ્યા હતા. છેલ્લા 27 વર્ષની એક સક્રિય કામગીરી દરમિયાન જશુભાઈ રાઠવાને પક્ષ તરફ્થી છોટાઉદેપુર તાલુકા યુવા મોરચા કોષાધ્યક્ષ, તાલુકા મહામંત્રી, છોટાઉદેપુર તાલુકા પ્રમુખ, છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ, પ્રદેશ ST મોરચા ઉપપ્રમુખ, ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ ડિરેકટર, ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સરકાર નિયુક્તસભ્ય, તાલુકા પંચાયત સભ્ય, 2017 વિધાનસભા બીજેપી ઉમેદવાર તરીકે ફ્રજ નિભાવી હતી. તેમને BA સુધી અભ્યાસ કર્યો છે. ભાજપે તેમને 21-છોટાઉદેપુર(ST) લોકસભા બેઠક પર ટિકિટ આપી છે.
આ પણ વાંચો: Vadodara Lok sabha Seat: ભાજપે વડોદરા સીટ પર ત્રીજીવાર કેમ રંજન બેન ભટ્ટ પર લગાવ્યો દાવ? જાણો કારણ