અમદાવાદમાં કોરોનાના વધુ 11 પોઝિટિવ કેસ નોંધાયા, 7 પુરુષ અને 4 મહિલાના રિપોર્ટ પોઝિટિવ

| Edited By: | Updated on: Dec 24, 2023 | 11:53 PM

અમદાવાદમાં વધુ કોરોનાના 11 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 7 પુરુષ અને 4 મહિલાના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રીની વાત કરીએ તો કેરેલા, હૈદરાબાદ, દુબઇ, અમેરિકા અને કેનેડાથી આવ્યા હતા. હાલ તમામના સેમ્પલ જીનોમ સિક્વન્સ માટે મોકલવામાં આવ્યા છે.

દેશભરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, અને ગુજરાતમાં પણ સતત પોઝિટિવ કેસ વધી જ રહ્યા છે. ત્યારે અમદાવાદમાં વધુ કોરોનાના 11 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 7 પુરુષ અને 4 મહિલાના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રીની વાત કરીએ તો કેરેલા, હૈદરાબાદ, દુબઇ, અમેરિકા અને કેનેડાથી આવ્યા હતા. હાલ તમામના સેમ્પલ જીનોમ સિક્વન્સ માટે મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચો અમદાવાદ વીડિયો : 25થી 31 ડિસેમ્બરે યોજાશે કાંકરિયા કાર્નિવલ, શહેરને કરોડોના વિકાસકામોની મળશે ભેટ

કોરોનાના વધતા કેસ ચિંતાનો વિષય છે. હાલ તો ખુબ જ ઓછા કેસ છે. પરંતુ કોરોનાના કેસ વધતા વાર નથી લાગી રહી. ત્યારે સરકારની સુચનાને પગલે રાજ્યભરમાં હોસ્પિટલો કોરોના માટે સજ્જ થઈ રહી છે. કોરોના સામે લડવા તૈયારી પૂરજોશમાં શરૂ કરાઈ છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો