અમદાવાદમાં ફરી કોરોનાનો તાંડવ શરૂ ! એક જ દિવસમાં નોંધાયા 21 પોઝિટિવ કેસ, જાણો ક્યા વિસ્તારમાં નોંધાયા નવા કેસ
નવા નોંધાયેલા કેસમાં 8 દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી રહી છે. જ્યારે કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત એકને હોસ્પિટલ ખસેડાયો છે. હાલ 59 દર્દીઓ હોમ આઈસોલેશન હેઠળ છે. કોરોનાના નવો વેરિઅન્ટ ચિંતાજનક નથી, પરંતુ વધતી ઠંડી અને નવા વેરિઅન્ટના લીધે દેશમાં ફરી એક વખત કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે.
અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 21 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ અમદાવાદમાં કોરોનાના કુલ 60 કેસ થયા છે. 6 મહિલા સહિત કુલ 21 વ્યક્તિ કોરોનાગ્રસ્ત થયા છે. જ્યારે અમદાવાદના નારણપુરા, બોડકદેવ, જોધપુર, શાહીબાગ, ઘાટલોડિયા, દાણીલીમડા, મણીનગર, ભાઈપુરા, નવરંગપુરા, પાલડી, વાસણા, સરખેજ, ઈસનપુર, ખોખરામાં નવા કેસ નોંધાયા છે.
આ પણ વાંચો નવા વર્ષને આવકારવા અમદાવાદીઓ સજ્જ, વિવિધ ક્લબ અને પાર્ટી પ્લોટમાં કરાયું નાઇટ પાર્ટીનું આયોજન