Gir Somnath Video : વેરાવળથી ઝડપાયેલા ડ્રગ્સ કેસમાં વધુ 2 આરોપીની ધરપકડ, ડ્રગ્સ કૌંભાડની સિન્ડિકેટનો થઈ શકે છે પર્દાફાશ
રાજ્યમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર નશાયુક્ત પદાર્થો ઝડપાતા રહે છે. આવી જ એક ઘટના ગીર સોમનાથના વેરાવળમાં બની હતી. વેરાવળના દરિયા કાંઠેથી પકડાયેલા કરોડોના ડ્રગ્સ કેસમાં વધુ બે આરોપી પોલીસ સકંજામાં આવી ગયા છે.
રાજ્યમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર નશાયુક્ત પદાર્થો ઝડપાતા રહે છે. આવી જ એક ઘટના ગીર સોમનાથના વેરાવળમાં બની હતી. વેરાવળના દરિયા કાંઠેથી પકડાયેલા કરોડોના ડ્રગ્સ કેસમાં વધુ બે આરોપી પોલીસ સકંજામાં આવી ગયા છે. ગીર સોમનાથ પોલીસે જામનગરના બેડી વિસ્તારમાંથઈ પિતા – પુત્રની ધરપકડ કરી છે. ડ્રગ્સની ડિલેવરી સહિતની ભુમિકાને આધારે ધરપકડ કરવામાં આવી છે. ડ્રગ્સ કૌંભાડની સિન્ડિકેટનો પર્દાફાશની શક્યતા છે.
શું હતી આ સંપૂર્ણ ઘટના
ગીર સોમનાથના દરિયાઇ પટ્ટી 350 કરોડનું હેરોઇન ઝડપાયુ હતુ. જ્યાં 50 કિલો હેરોઇન સાથે 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં 1 સેટેલાઇટ ફોન, 2 બોટ અને 1 વાહન જપ્ત કરવામાં આવ્યા હતા. વેરાવળ દરિયાઇ માર્ગથી ડિલેવરી પહેલા પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ આ ઓપરેશન પાર પાડ્યું હતુ.