Mehsana Video : કૈયલ ગામે વેરાઈ માતાના મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, સમગ્ર વિસ્તાર બળીને ખાખ

| Updated on: Apr 27, 2024 | 7:20 PM

મહેસાણાના કડી તાલુકાના કૈયલ ગામમાં આવેલ મંદિરમાં ભયંકર આગ ફાટી નીકળી હતી. કૈયલ ગામના વેરાઈ માતાના મંદિરમાં લાગેલી આગનો વીડિયો સામે આવ્યો છે. આ આગની ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં અફરા તફરી મચી ગઈ હતી.

મહેસાણા કૈયલ ગામે વેરાઈ માતાના મંદિરમાં ભયંકર આગ ફાટી નીકળી હતી અને પળભરમાં આખે આખુ મંદિર ભળભળ સળગી ઉઠ્યુ હતુ. મળતી માહિતી મુજબ મહેસાણાના કૈયલ માતા મંદિરમાં શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી ભયાવહ હતી કે જોનારા દરેક લોકો દંગ રહી ગયા છે. આગના કારણે દૂર-દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા ફેલાયા હતા. આ ઘટનાની જાણ થતા જ કડી, મહેસાણાના ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોચી આગ પર નિયંત્રણ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.

મહેસાણાના કડી તાલુકાના કૈયલ ગામમાં આવેલ મંદિરમાં ભયંકર આગ ફાટી નીકળી હતી. કૈયલ ગામના વેરાઈ માતાના મંદિરમાં લાગેલી આગનો વીડિયો સામે આવ્યો છે. આ આગની ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં અફરા તફરી મચી ગઈ હતી.

વેરાઈ માતાજીના મંદિરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની માહિતી મળી રહી છે લાગેલી આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યુ હતુ, આગની ઘટનાની જાણ થતાં જ મહેસાણા અને કડી નગરપાલિકાના ફાયરફાઇટરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબુમાં લેવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :  ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, રામ મંદિર અને UCC મુદ્દે કોંગ્રેસને ઘેરી , જુઓ-Video

Published on: Apr 27, 2024 07:20 PM