કાજલ હિન્દુસ્તાની સામે પોલીસ ફરિયાદ નોંધવા મહેસાણામાં કરાઇ અરજી

| Edited By: | Updated on: Mar 19, 2024 | 7:08 PM

કાજલ હિન્દુસ્તાનીના નિવેદન બાદ વિવાદ વધતો જવા લાગ્યો છે અને હવે વધુ એક પોલીસ ફરિયાદ નોંધવા માટેની માંગ કરવામાં આવી છે. પાસના પૂર્વ કન્વિનર દ્વારા કાજલ હિન્દુસ્તાની સામે મહેસાણામાં પોલીસ ફરિયાદ નોંધવા માટે અરજી કરીને રજૂઆત કરવામાં આવી છે.

કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર સમાજની યુવતીઓના મુદ્દે કરેલા નિવેદનને લઈ સમાજમાં રોષ વ્યાપ્યો છે. પાસના પૂર્વ કન્વિનર દ્વારા મહેસાણા પોલીસને ફરિયાદ નોંધવા માટે અરજી કરવામાં આવી છે. કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ કાયદેસર ગુનો નોંધવા માટે અરજી કરવામાં આવી છે. આમ કાજલ હિન્દુસ્તાનીના નિવેદન બાદ વિવાદ વધતો જવા લાગ્યો છે અને હવે વધુ એક પોલીસ ફરિયાદ નોંધવા માટેની માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચો: નેશનલ ડિફેન્સ કોલેજ સહિત ચાર દેશના અધિકારીઓ પ્રાંતિજ પહોંચ્યા, આ વિષયની મેળવી માહિતી, જુઓ

મહેસાણા શહેરના બી ડિવિઝન પોલીસ મથકમાં પાસના પૂર્વ કન્વિનર નરેન્દ્ર પટેલે લેખિત અરજી આપીને ફરિયાદ નોંધવાની માંગ કરવામાં આવી છે. તેઓએ નિવેદનથી પાટીદાર સમાજનું ભયંકર અપમાન ગણાવ્યુ છે અને પાટીદાર નારીઓનું અપમાન ચલાવી નહીં લેવાય એમ કહ્યુ હતુ. કાજલ હિન્દુસ્તાની સામે મહેસાણામાં પોલીસ ફરિયાદ નોંધવા માટે અરજી કરીને રજૂઆત કરવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો