Ahmedabad :રિક્ષા ચાલકના સ્ટંટ કરતા વીડિયો મામલે કાર્યવાહી, બે લોકોની ધરપડક, જુઓ Video
અમદાવાદમાં જાહેરમાં સ્ટંટ કરતા રિક્ષાચાલકની ધરપકડ કરવામાં આવી છે.રબારી કોલોનીથી નિરાંત ચાર રસ્તા તરફ સ્ટંટનો વીડિયો સામે આવ્યો હતો. બેફામ રીતે રિક્ષા ચલાવતો અને હવામાં છરી ફેરવતો વીડિયો વાયરલ થયો હતો.
Ahmedabad : જીવના જોખમે સ્ટંટ કરી રહેલા રીક્ષા ચાલકનો વીડિયો વાયરલ થયો છે. અમદાવાદમાં જાહેર રસ્તા પર સ્ટંટ કરતા રિક્ષા ચાલકનો વીડિયો વાયરલ થતા પોલીસે તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે વાયરલ વીડિયો મામલે રિક્ષાચાલક સહિત બે યુવાનોની ધરપકડ કરી છે.
અમદાવાદમાં જાહેરમાં સ્ટંટ કરતા રિક્ષાચાલકની ધરપકડ કરવામાં આવી છે.રબારી કોલોનીથી નિરાંત ચાર રસ્તા તરફ સ્ટંટનો વીડિયો સામે આવ્યો હતો. બેફામ રીતે રિક્ષા ચલાવતો અને હવામાં છરી ફેરવતો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો વાયરલ થતા પોલીસ દોડતી થઇ હતી. પોલીસે વીડિયો વાયરલ થતા કાર્યવાહી કરી છે. પોલીસે રિક્ષાચાલક સહિત બે યુવાનોને ઝડપીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરુ કરી છે.