ભરૂચ વીડિયો : વિવિધ રાજકીય પક્ષના 1000 કાર્યકરોના કેસરિયા ભાજપ માટે આશીર્વાદ સાબિત થશે કે પડકાર?

| Updated on: Mar 12, 2024 | 8:11 AM

ભરૂચ  :  ગાંધીનગરમાં કમલમ ખાતે ભારતીય ટ્રાયબલ પાર્ટીના અધ્યક્ષ મહેશ વસાવા સહીત આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરોએ કેસરિયા કર્યા છે. સી.આર. પાટીલે કેસરિયો કેસ પહેરાવી પક્ષમાં આ તમામનું સ્વાગત કર્યું હતું. 

છોટુ વસાવાની નારાજગી છતાં મહેશ વસાવા સહીત 1000 લોકો ભાજપમાં જોડાયા છે. બીજી તરફ પાલનપુરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલના પણ કેસરિયા કર્યા છે. ભાજપના ભરતીમેળા બાબતે એકતરફ પક્ષના સમર્થકોની સંખ્યા વધી રહી છે તો બીજી તરફ જુના જોગીઓમાં ગણગણાટ પણ સાંભળવા મળી રહ્યો છે.  મહેશ વસાવા સહીત આપ અને કોંગ્રેસના નેતા ભાજપમાં જોડાવાથી પક્ષને કેટલો ફાયદો થાય છે તે ઉપર નજર રહેશે.

 ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો