ભરૂચ વીડિયો : લોકસભા ચૂંટણીમાં ઓવૈસીની એન્ટ્રી કોની મુશ્કેલી વધારશે? કોંગ્રેસના નારાજ નેતાને તક અપાઈ શકે છે
ભરૂચ લોકસભા બેઠક ચૂંટણીના પડઘમ સાથે ચર્ચામાં છે. કોંગ્રેસને ઉમેદવારીની તક ન મળતા નેતાઓ નારાજ થયા છે તો કેટલાક દિગ્ગ્જ નેતાઓએ આપ માટે પ્રચાર ન કરવાની જાહેરાત કરી હતી. હવે AIMIM પણ ભરૂચ બેઠક માટે ચૂંટણી જંગમાં ઉમેદવાર ઉતારવાની તૈયારી બતાવી છે.
ભરૂચ લોકસભા બેઠક ચૂંટણીના પડઘમ સાથે ચર્ચામાં છે. કોંગ્રેસને ઉમેદવારીની તક ન મળતા નેતાઓ નારાજ થયા છે તો કેટલાક દિગ્ગ્જ નેતાઓએ આપ માટે પ્રચાર ન કરવાની જાહેરાત કરી હતી. હવે AIMIM પણ ભરૂચ બેઠક માટે ચૂંટણી જંગમાં ઉમેદવાર ઉતારવાની તૈયારી બતાવતા આ સમીકરણના ગણિત માંડવાની શરૂઆત થઇ છે.
ભરૂચમાં મુસ્લિમ મતદારોની સંખ્યા 2.98 લાખ આસપાસ છે. મતદારોની ટકાવારી અનુસાર બેઠક પર આ મતદાર ત્રીજા ક્રમે છે. કોંગ્રેસ ઉપરાંત AIMIM માટે મુસ્લિમ મતદાર વધુ મહત્વ ધરાવે છે.
કોંગ્રેસના નારાજ નેતા અપક્ષ ચૂંટણી લડે તેવા પણ સંકેત વચ્ચે ચર્ચાએ જોર પકડ્યું છે કે ઓવૈસીની પાર્ટી આ નારાજ નેતાઓ પૈકીના એકને તક આપી શકે છે. હજુ ઉમેદવારની જાહેરાત કરાઈ નથી ત્યારે ઉમેદવાર મનસુખ વસાવા અને ચૈતર વસાવા પૈકી કોની ચિંતા વધારે છે તે ચર્ચાનો વિષય બન્યો છે.