ભરૂચ : એમિકસ સ્કૂલમાં RTE ના બાળકો સાથે ભેદભાવનો વાલીઓનો આક્ષેપ, જુઓ વીડિયો
ભરૂચ : ભરૂચની એમિકસ સ્કૂલમાં RTE ના બાળકો સાથે ભેદભાવનો વાલીઓએ આક્ષેપ કર્યો છે. વાલીઓ અનુસાર RTE હેઠળ એડમિશન લેનાર બાળકોને શાળામાં અલગ વર્ગખંડમાં બેસાડવામાં આવે છે અને શાળાની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા મંજૂરી આપવામાં આવતી નથી.

આક્ષેઓ સામે શાળાના સંચાલક રૂપલ શાહે જણાવ્યું હતું કે દિલ્લી હાઇકોર્ટનો ચુકાદો છે કે શાળામાં એસીનો ખર્ચ વાલીઓએ ઉઠાવવાનો રહેશે. એમિકસ એસી સ્કૂલ છે માટે બાળકોને નોન એસી રૂમમાં અલગ બેસાડવામાં આવે છે.
શાળાના વલણ સામે વાલીઓમાં રોષ છે પણ શાળાને વાલીઓની રજુઆતથી કોઈ ફર્ક પડતો નથી. આ મામલે શિક્ષણ વિભાગ તરફથી હજુ કોઈ નિવેદન કે તપાસના આદેશ સામે આવ્યા નથીઓ ત્યારે સરકારના પગલાંનો પણ ઇંતેજાર કરવામાં આવી રહ્યો છે.
Published on: May 10, 2024 02:00 PM