ભરૂચ : રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં મુમતાઝ પટેલ કેમ નજરે ન પડ્યા? આ અટકળોએ જોર પકડ્યું તો સામે આવ્યું આ ટ્વીટ, જુઓ વીડિયો

| Updated on: Mar 11, 2024 | 7:30 AM

ભરૂચ : લોકસભા ચૂંટણીમાં ભરૂચ બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ માટે સૌથી વધુ આશાવાદી રહેલા સ્વ.અહેમદ પટેલ પુત્ર ફૈઝલ પટેલ અને પુત્રી મુમતાઝ પટેલ રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં નેત્રંગ ખાતે નજરે ન પડતા ભાઈ - બહેનની નારાજગી યથાવત હોવાની ચર્ચાઓ વહેતી થઈ હતી.

ભરૂચ : લોકસભા ચૂંટણીમાં ભરૂચ બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ માટે સૌથી વધુ આશાવાદી રહેલા સ્વ.અહેમદ પટેલ પુત્ર ફૈઝલ પટેલ અને પુત્રી મુમતાઝ પટેલ રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં નેત્રંગ ખાતે નજરે ન પડતા ભાઈ – બહેનની નારાજગી યથાવત હોવાની ચર્ચાઓ વહેતી થઈ હતી. આખરે બાદમાં મુમતાઝે ટ્વીટ દ્વારા કોંગ્રેસને જીતાડવા માટે જોર લગાવવાની વાત કરી લોકોની ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુકવાનો પ્રયાસ કર્યો હતો.

ભરૂચ લોકસભા બેઠકમાં કોંગ્રેસને મજબૂત કરવા માટે મુમતાઝ પટેલે એડી ચોટીનું જોર લગાવ્યું હતું. ગઠબંધનમાં ભરૂચ બેઠક આમ આદમી પાર્ટીના ફાળે જતાં મુમતાઝ નારાજ થયા હતા જેઓ બાદમાં દિલ્લી ચાલ્યા ગયા છે. રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં નેત્રંગ ખાતે તેઓ જોવા મળે તેવી અટકળો હતી પણ તેમની ગેહાજરીની નોંધ લેવાઈ હતી.

મામલો વિવાદિત ન બને તે માટે બાદમાં મુમતાઝ પટેલે ટ્વીટ કરી “હમ સાથસાથ હૈ”નો મેસેજ આપવાનો પ્રયાસ કર્યો હતો.

 ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Mar 11, 2024 07:30 AM