રાજકોટ : કેટલાક નેતાઓ સત્તાના નશામાં હિટલર જેવું વર્તન કરતા હતા : જીતુ સોમાણી
જીતુ સોમાણીએ મોહન કુંડારિયાનું નામ લીધા વિના રાજકીય કટાક્ષ કર્યો છે. જીતુ સોમાણીએ પોતાનો બળાપો ઠાલવતા કહ્યું કે રૂપાલા કોઇ કાર્યકરોને ગાળો નહીં બોલે કે અપમાન પણ નહીં કરે, તો સોમાણીએ રૂપાલાને 5 લાખની સરસાઇથી જીતાડવાની પણ વાત કરી.
રાજકોટ લોકસભા બેઠક પર ભાજપનો આંતરિક જુથવાદ સપાટી પર આવ્યો છે. પરશોત્તમ રૂપાલાના નામની જાહેરાત બાદ વાંકાનેરના ધારાસભ્યએ કટાક્ષ કર્યો છે. જીતુ સોમાણીએ મોહન કુંડારિયાનું નામ લીધા વિના રાજકીય કટાક્ષ કર્યો છે. જીતુ સોમાણીએ પોતાનો બળાપો ઠાલવતા કહ્યું કે રૂપાલા કોઇ કાર્યકરોને ગાળો નહીં બોલે કે અપમાન પણ નહીં કરે, તો સોમાણીએ રૂપાલાને 5 લાખની સરસાઇથી જીતાડવાની પણ વાત કરી.
આ ઉપરાંત સોમાણીએ દાવો કર્યો કે કેટલાક નેતાઓ સત્તાના નશામાં હિટલર જેવું વર્તન કરતા હતા, કાર્યકરો સાથે પક્ષનું નામ બદનામ કરતા હતા. મહત્વપૂર્ણ છે કે મોહન કુંડારિયા અને જીતુ સોમાણીનો વચ્ચેનો વિવાદ જૂનો છે. અગાઉ અનેકવાર બંને નેતાઓ વચ્ચે ચકમક ઝરી ચૂકી છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે જીતુ સોમાણીએ લોકસભા ચૂંટણીમાં કુંડારિયાનું પત્તું કપાઇ જવાનો કટાક્ષ કર્યો હતો, જે આજે સાચો ઠર્યો છે. હવે આ વિવાદ વણસે છે કે અહીં જ તેનો અંત આવે છે તે આવનાર સમય બતાવશે.