મહેસાણા ભાજપના ઉમેદવાર હરી પટેલના નારણ પટેલે કર્યા ભરપેટ વખાણ, જુઓ
મહેસાણા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર હરી પટેલે પ્રચાર કાર્ય શરુ કર્યુ છે. હરી પટેલે વડીલો અને ભાજપના સ્થાનિક દિગ્ગજ નેતાઓના આશિર્વાદ લેવાની શરુઆત કરી છે. આ દરમિયાન ઊંઝાના પૂર્વ ધારાસભ્ય અને સામાજિક અને રાજકીય રીતે અગ્રણી નારાણકાકા પટેલના આશિર્વાદ લેવા માટે પહોંચ્યા હતા.
મહેસાણા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર હરી પટેલે પ્રચાર કાર્ય શરુ કર્યુ છે. હરી પટેલે વડીલો અને ભાજપના સ્થાનિક દિગ્ગજ નેતાઓના આશિર્વાદ લેવાની શરુઆત કરી છે. આ દરમિયાન ઊંઝાના પૂર્વ ધારાસભ્ય અને સામાજિક અને રાજકીય રીતે અગ્રણી નારાણકાકા પટેલના આશિર્વાદ લેવા માટે પહોંચ્યા હતા. નારાણકાકાએ ભાજપના ઉમેદવારને આશિર્વાદ આપવા સાથે ભરપેટ વખાણ કર્યા હતા.
આ પણ વાંચો: સાબરકાંઠા બેઠક પર ભાજપે ગુજરાતી શાળાના શિક્ષિકા શોભનાબા બારૈયાને ઉતાર્યા મેદાને, જાણો
નારાણ કાકાએ કહ્યુ હતુ કે, પાટીદાર અનામત આંદોલનમાં ભોગ આપનારને ટિકિટ મળવી જ જોઈએ. પાટીદાર અનામત આંદોલન દરમ્યાન ભાજપમાં ચુંટણી લડવાનું કોઈનું સાહસ નહોતું. હાર નિશ્ચિત છતા જિલ્લા પંચાયતની ઉનાવા સીટ પર હરીભાઈ ચૂંટણી લડવા માટે પાર્ટીના આદેશથી ઊભા રહ્યા હતા. આંદોલન દરમ્યાન હરીભાઈએ ભોગ આપ્યો છે એટલે એ ટિકિટના હકદાર છે અને અમે ટિકિટ માટે ઉપર રજૂઆત પણ હતી.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Mar 27, 2024 09:44 AM