Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ, રસ્તાઓ થયા પાણી પાણી, જુઓ Video
ગુજરાતમાં ઉનાળો જામતો જઇ રહ્યો છે. દિવસે દિવસે તાપમાનમાં વધારો થતો જઇ રહ્યો છે. બપોરે તો આકાશમાંથી જાણે અગ્નિવર્ષા થતી હોય તેવુ અનેક શહેરોમાં અનુભવાય છે. જો કે આગ ઝરતી ગરમી વચ્ચે આજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. છોટા ઉદેપુરમાં વરસાદી ઝાપટું પડ્યુ છે.

આ પણ વાંચો- Amreli : દેવળકી ગામમાં ઘઉંના ખેતરમાં લાગી ભીષણ આગ, જગતના તાતની મહેનત બળીને ખાખ, વીડિયોમાં જુઓ દ્રશ્યો
છોટાઉદેપુરના વાતાવરણમાં આજે અચાનક જ પલટો આવ્યો છે. વાદળછાયા વાતવરણ વચ્ચે વરસાદી ઝાપટું પડ્યુ છે. છોટાઉદેપુર શહેરમાં વરસાદી ઝાપટા પડ્યા છે. વરસાદી છાંટાથી રસ્તાઓ પાણી પાણી થઇ ગયા છે. ઉનાળામાં વરસાદ વરસતા થોડો બાફનો અનુભવ પણ થઇ રહ્યો છે.