Mehsana: કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા સીજે ચાવડાને ટિકિટ આપતા કાર્યકર્તામાં નારાજગી

| Edited By: | Updated on: Mar 27, 2024 | 2:41 PM

લોકસભાની ચૂંટણીની સાથે વિધાનસભાની પેટાચૂંટણી યોજાઇ રહી છે. જેને લઈ ભાજપે વિજાપુર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડાને ટિકિટ આપી છે. સીજે ચાવડાને મેદાને ઉતારતા જ સ્થાનિક ભાજપમાં ભડકાની સ્થિતિ જોવા મળી રહી છે.

કોંગ્રેસમાંથી રાજીનામું ધરીને ફરીથી વિધાનસભાની ચૂંટણીમાં ઉતરેલા સીજે ચાવડા સામે રોષ જોવા મળ્યો છે. વિજાપુર વિધાનસભાની બેઠક માટેની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે સીજે ચાવડાને જાહેર કરવામાં આવ્યા છે. આ દરમિયાન હવે સીજે ચાવડા સામે વિરોધના સૂર જોવા મળી રહ્યા છે. સીજે ચાવડાને ટિકિટ આપવાને લઈ કુકરવાડાના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદ પટેલે રાજીનામુ ધર્યુ છે.

આ પણ વાંચો: સાબરકાંઠાઃ ભાજપના ઉમેદવાર શોભના બારૈયાનો દાવો, ભીખાજી ઠાકોરના મને આશીર્વાદ

મહેસાણા જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન રહી ચૂકેલા ગોવિંદ પટેલે ભાજપમાંથી રાજીનામું ધરીને વિરોધ દર્શાવ્યો છે. ભાજપની વિચારધારા ના હોય એવા લોકોને ઉમેદવાર તરીકે ઉતાર્યાનો રોષ ઠાલવ્યો છે. ગોવિંદ પટેલે મીડિયાને જણાવ્યુ હતુ કે, તેઓએ ખૂબ મનોમંથન કર્યા બાદ આ નિર્ણય કર્યો છે અને હજુ વધુ લોકોના રાજીનામા પડશે એવી આશા વ્યક્ત કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો