માથે લાજ ઓઢી પ્રચાર! લોકસભાના ઉમેદવાર ઘૂંઘટમાં આવ્યા નજર, જુઓ
લોકસભાની ચૂંટણીને લઈ હવે જાહેર થયેલા ઉમેદવારોએ પોતાનો પ્રચાર શરુ કરી દીધો છે. બનાસકાંઠા જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસ બન્ને ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર શરુ કરી દીધો છે. વાવના ધારાસભ્ય અને કોંગ્રેસના બનાસકાંઠા બેઠકના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પણ પ્રચાર શરુ કરી દીધો છે. ગેનીબેન પ્રચાર દરમિયાન ઘૂંઘટમાં નજર આવ્યા હતા.
લોકસભાની ચૂંટણીને લઈ ચૂંટણીના ઉમેદવારોએ પ્રચાર કાર્ય શરુ કરી દીધું છે. બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંનેએ મહિલા ઉમેદવારોને મેદાને ઉતારી છે. બંને મહિલા ઉમેદવારોએ પોતાનો પ્રચાર શરુ કરી દીધો છે. ભાજપે ડો રેખાબેન ચૌધરીને મેદાને ઉતાર્યા છે, તો કોંગ્રેસે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને મેદાને ઉતારી જંગને રસપ્રદ બનાવ્યો છે.
આ પણ વાંચો: સાબરકાંઠાના હિંમતનગરમાં CM ભૂપેન્દ્ર પટેલે ભાજપના મહત્વના આગેવાનો સાથે બેઠક યોજી
ગેનીબેન ઠાકોર પ્રચાર દરમિયાન ઘૂંઘટમાં જોવા મળ્યા હતા. માથે જ નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં મર્યાદામાં આખા ચહેરા પર લાજ ઓઢતી મહિલાઓની જેમ જ તેઓ નજર આવ્યા હતા. તેઓ ભાષણ દરમિયાન પણ આવી જ રીતે નજર આવ્યા હતા. ગેનીબેને આમ કરવા પાછળનું કારણ એ હતુ કે, તેઓ પ્રચાર માટે પોતાના સાસરીમાં પહોંચ્યા હતા. બનાસકાંઠાના કોતરવાડા ગામે સાસરીમાં પહોંચતા જ માથે ઘૂંઘટ તાણી દીધો હતો. ધારાસભ્ય બન્યા પછી પણ ગેનીબેન સાસરીમાં સમાજના રીત રિવાજ અને મર્યાદાઓને જાળવીને પ્રચાર સભામાં પહોંચ્યા હતા. ગેનીબેન માટે પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે કહ્યુ હતુ કે, 11-11 રુપિયા પણ અમે સૌ આપીશું.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો