કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે ! માતાજીના માંડવામાં ધૂણતા ધૂણતા પોતાને જ મારી સાંકળ, VIDEO વાયરલ
ચૂંટણી સમય આવતા ઉમેદવારો પ્રચાર પ્રસાર કરી મતદારોને રિજવવા તેમના ઘરે જઈ જઈને ભેટ કરતા હોય છે ત્યારે કોંગ્રેસના આ ઉમેદવારો તો ભૂવાજીના શરણે જીતના આશીર્વાદ લેવા પહોચ્યાં હતા.પહેલા મહેસાણાના કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર ભૂવાજીના શરણે પહોચ્યાં હતા. ત્યા જઈ તેમણે ભૂવાના આશીર્વાદ લીધા.
લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં વિવિધ પક્ષો પ્રચારમાં લાગ્યા છે. ગઈકાલે ઉમેદવારી નોંધાવાનો છેલ્લો દિવસ હતો, જેમાં અનેક ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. આ બધાની વચ્ચે કોંગ્રેસના બે ઉમેદવાર ભૂવાના શરણે પહોંચ્યા છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ચૂંટણી નજીક આવતા જ સુરેન્દ્ર નગરના કોંગ્રેસ ઉમેદવાર ઋત્વિક મકવાણા ભૂવાના શરણે પહોચ્યાં હતા અને આ દરમિયાન તેઓ માતાજીના માંડવામાં ધૂણ્યા હતા. જોકે આ પહેલા મહેસાણાના કોંગ્રેસ ઉમેદવાર રામજી ઠાકોર પણ ભૂવાજીના દર્શન કરવા પહોચ્યાં હતા, આ દરમિયાન રામજીભાઈના જીતની ભૂવાએ ભવિષ્યવાણી પણ કરી હતી.
#Mehsana congress candidate Ramji Thakor meets exorcist , video goes viral | #LokSabhaPolls2024 #Gujarat #Tv9News pic.twitter.com/QpSG0IKYTz
— Tv9 Gujarati (@tv9gujarati) April 20, 2024
ચૂંટણી નજીક આવતા ઉમેદવારો પ્રચાર પ્રસાર કરી મતદારોને રિજવવા તેમના ઘરે જઈ જઈને ભેટ કરતા હોય છે ત્યારે કોંગ્રેસના આ ઉમેદવારો તો ભૂવાજીના શરણે જીતના આશીર્વાદ લેવા પહોચ્યાં હતા.પહેલા મહેસાણાના કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર ભૂવાજીના શરણે પહોચ્યાં હતા. ત્યા જઈ તેમણે ભૂવાના આશીર્વાદ લીધા.
આ બાદ બીજા એક કોંગ્રેસ નેતાનો વીડિયો સામે આવ્યો, જે સુરેન્દ્રનગરના ઋત્વિક મકવાણા માંડવામાં બરોબર ધૂણતા દેખાય રહ્યા છે. ઋત્વિક મકવાણાએ ધૂણતા ધૂણતા પોતાને સાંકળ પણ મારી રહ્યા છે. લીંબલી ગામે યોજાયેલા માતાજીના માંડવાનો આ વીડિયો વાયરલ થયો છે. આ દરમિયાન ઋત્વિક મકવાણાએ કાર્યક્રમમાં રૂપિયાનો વરસાદ કર્યો હતો.