મોવડીના મતની ઐસી તૈસી : ચૂંટણી મુદ્દે બે ભાગમાં વહેંચાઈ કોંગ્રેસ, ટિકિટની લડતનું સુરસુરિયું થાય તો નવાઈ નહીં

| Updated on: Feb 29, 2024 | 12:35 PM

ભરૂચ : INDIA ગઠબંધનમાં ભરૂચ બેઠક આમ આદમી પાર્ટીના ફાળે જવાનો અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ સહીત કોંગ્રેસના અગ્રણીઓના વિરોધ વચ્ચે એક જૂથે ચૈતર વસાવાને સમર્થન જાહેર કરી દીધું છે. મુમતાઝ પટેલના નિર્ણય પર ફેરવિચારણા માટે દિલ્લી સુધી લડતનું આ પરિસ્થિતિ બાદ સુરસુરિયું થાય તો નવાઈ નહીં!!!

ભરૂચ : INDIA ગઠબંધનમાં ભરૂચ બેઠક આમ આદમી પાર્ટીના ફાળે જવાનો અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ સહીત કોંગ્રેસના અગ્રણીઓની નારાજગી વચ્ચે એક જૂથે ચૈતર વસાવાને સમર્થન જાહેર કરી દીધું છે. મુમતાઝ પટેલની ગઠબંધનના નિર્ણય પર ફેરવિચારણા માટે દિલ્લી સુધીની લડતનું આ પરિસ્થિતિ બાદ સુરસુરિયું થાય તો નવાઈ નહીં!!!

અંકલેશ્વર – હાંસોટ યુવા કોંગ્રેસ પ્રમુખનો પત્ર વાયરલ થયો

એક તરફ કોંગ્રેસના નારાજ નેતાઓએ કોંગ્રેસના બેનર હેઠળ ઉમેદવારી ન કરવાને લઈ મોરચો માંડ્યો છે તો બીજી તરફ ચૈતર વસાવાના સમર્થનમાં નેતાઓ સામે આવી રહ્યા છે. અંકલેશ્વર – હાંસોટ યુવા કોંગ્રેસ પ્રમુખ શરીફ કાનુગાનો 27 ફેબ્રુઆરીએ લખેલો એક પત્ર વાયરલ થયો છે. આ પત્ર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને “સમર્થન પત્ર”તરીકે લખાયો છે.

પત્ર અનુસાર શરીફ કાનુગાએ ચૈતર વસાવાને ઇન્ડિયા એલાયન્સના ઉમેદવાર તરીકે ખુલ્લું સમર્થન અને ટેકો જાહેર કરવાનો ઉલ્લેખ કર્યો છે. આ પત્ર વાયરલ થયો છે. જોકે ત્યાર બાદ શરીફ મીડિયાથી અંતર બનાવી રહયા છે.

ચૈતર વસાવાને જંગી બહુમતીથી જીતાડવા વિજયસિંહ પટેલે હાંકલ કરી

હાંસોટના મતદારો પર સારું વર્ચસ્વ ધરાવતા ગત ટર્મના અંકલેશ્વર બેઠકના કોંગી ઉમેદવાર વિજયસિંહ  પટેલ પણ ચૈતર વસાવા સાથે એક મંચ પર નજરે પડ્યા હતા. વિજયસિંહે સ્થાનિકોને સંબોધતા ચૈતર વસાવાને જંગી બહુમતીથી જીતાડવા હાંકલ કરી હતી.

બે અલગ – અલગ વિચારધારામાં વહેંચાઈ કોંગ્રેસ?

એક તરફ મુમતાઝ પટેલ સહીત કોંગ્રેસના કાર્યકરો ભરૂચ બેઠક પર કોંગ્રેસને ઉમેદવારીઉ કરવાની તક ન મળવાથી નારાજગી વ્યક્ત કરી રહ્યા છે તો બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનના નિર્ણયને સ્વીકારી આમ આદમી પાર્ટીને સપોર્ટ કરતા નેતાઓ પણ સામે આવ્યા છે. આ સ્થિતિમાં ભરૂચ કોંગ્રેસ બે અલગ -અલગ વિચારધારામાં વહેંચાઈ હોય તેમ લાગી રહ્યું છે.

એક દિવસ અગાઉ કોંગ્રેસના નારાજ નેતાઓના જૂથે કોંગ્રેસના સિમ્બોલ હેઠળ ઉમેદવારી ન કરાય તો આશ્ચર્યનજક પરિણામનો સામનો કરવાની ચીમકી પણ આપી છે અને મુમતાઝ પટેલે દિલ્લીમાં ધામા નાખી નિર્ણયની ફેરવિચારણા માટે જોર લગાવ્યું છે ત્યારે આ મહેનત સામે કેટલાક અગ્રણીઓ આમ આદમી પાર્ટીને ટિકિટ મળવાના સમર્થનમાં ચૈતર વસાવાને ટેકો જાહેર કરતા બે ફાંટા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.

 ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Feb 29, 2024 12:27 PM
Rajkot Video : ગોંડલમાં આવેલા બાયો ડીઝલના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
દ્વારકા : સુદર્શન સેતુની સુરક્ષા સામે સવાલ સર્જતી ઘટના આવી સામે, યુવકોએ બનાવેલો જોખમી વીડિયો થયો વાયરલ
Rajkot Video : ગોંડલમાં આવેલા બાયો ડીઝલના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
દ્વારકા : સુદર્શન સેતુની સુરક્ષા સામે સવાલ સર્જતી ઘટના આવી સામે, યુવકોએ બનાવેલો જોખમી વીડિયો થયો વાયરલ