દ્વારકા : સુદર્શન સેતુની સુરક્ષા સામે સવાલ સર્જતી ઘટના આવી સામે, યુવકોએ બનાવેલો જોખમી વીડિયો થયો વાયરલ
દ્વારકાના સુદર્શન સેતુની સુરક્ષા સામે સવાલ સર્જતી ઘટના બની છે. અજાણ્યા યુવકોએ સુદર્શન સેતુ પર મુકવામાં આવેલી કન્સ્ટ્રક્શન લિફ્ટ પર ચડીને વીડિયો બનાવ્યો હોવાની ઘટના સામે આવી છે. સેતુના લોકાર્પણ પહેલા પણ આ પ્રકારનો વીડિયો વાયરલ થયો હતો.
તાજેતરમાં પીએમ મોદીએ દ્વારકાના સુદર્શન સેતુ બ્રિજનું લોકાર્પણ કર્યુ છે. ત્યારે દ્વારકાના સુદર્શન સેતુની સુરક્ષા સામે સવાલ સર્જતી ઘટના બની છે. અજાણ્યા યુવકોએ સુદર્શન સેતુ પર મુકવામાં આવેલી કન્સ્ટ્રક્શન લિફ્ટ પર ચડીને વીડિયો બનાવ્યો હોવાની ઘટના સામે આવી છે. સેતુના લોકાર્પણ પહેલા પણ આ પ્રકારનો વીડિયો વાયરલ થયો હતો.
સુદર્શન સેતુની ખાસિયત
સુદર્શન સેતુ બ્રિજ 2320 મીટર લાંબો તૈયાર કરવામાં આવ્યો છે. બ્રિજનો 900 મીટરનો ભાગ કેબલ સ્ટેયડ છે. તેમજ ઓખા તરફ વાહન પાર્કિંગ તૈયાર કરવામાં આવ્યુ છે. આ બ્રિજની પહોળાઇ 27.20 મીટર છે. તેમજ બ્રિજની બંને બાજુ 2.50 મીટરના ફૂટપાથ બનાવામાં આવ્યો છે. બ્રિજના મુખ્ય ગાળામાં બે પાયલોન પર મોરપીંછની કોતરણી કરવામાં આવી છે.