Loksabha Election : કોંગ્રેસ આણંદ બેઠક પર અમિત ચાવડાને લડાવશે ચૂંટણી,બેઠક પર પાટીદાર Vs ક્ષત્રિયનો જંગ જોવા મળશે
આણંદ લોકસભા બેઠક પર કોંગ્રેસની સ્થિતિ સ્પષ્ટ થઇ ગઇ છે. કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાને લોકસભા ચૂંટણી લડાવવામાં આવશે. ભરતસિંહ સોલંકીએ ચૂંટણી લડવાનો ઇનકાર કરતા અમિત ચાવડાને મેદાને ઉતારવામાં આવશે. ગઈકાલે આણંદ જિલ્લા સમિતિની બેઠકમાં અમિત ચાવડાને લડાવવા સર્વાનુમતે ઠરાવ થયો હતો.
આણંદ લોકસભા બેઠક પર કોંગ્રેસની સ્થિતિ સ્પષ્ટ થઇ ગઇ છે. કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાને લોકસભા ચૂંટણી લડાવવામાં આવશે. ભરતસિંહ સોલંકીએ ચૂંટણી લડવાનો ઇનકાર કરતા અમિત ચાવડાને મેદાને ઉતારવામાં આવશે. ગઈકાલે આણંદ જિલ્લા સમિતિની બેઠકમાં અમિત ચાવડાને લડાવવા સર્વાનુમતે ઠરાવ થયો હતો.
ભરતસિંહ આણંદ બેઠક 2 વાર જીતી ચુક્યા
આણંદ લોકસભા બેઠક પર કોંગ્રેસમાંથી ભરતસિંહ સોલંકી બે વાર ચૂંટણી લડીને જીતી ચુક્યા છે અને બે વાર ચૂંટણી હારી પણ ચુક્યા છે. આ વખતે પણ તેમને ચૂંટણી લડવા માટે મનાવવામાં આવ્યા હતા, જો કે ભરતસિંહે ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે.
બેઠક પર પાટીદાર Vs ક્ષત્રિયનો જંગ
આ જ કારણે ફરી એકવાર પાટીદાર Vs ક્ષત્રિયનો મુકાબલો આણંદ બેઠક પર જોવા મળશે. આણંદ બેઠક પર ભાજપે મીતેશ પટેલને રિપીટ કર્યા છે. ભારતીય જનતા પાર્ટી ના રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા આણંદના વર્તમાન સાંસદ મિતેશભાઈ પટેલને આગામી લોકસભા ચૂંટણીમાં ફરી એકવાર આણંદ લોકસભા સીટના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે.
પાર્ટી હાઇકમાન્ડ દ્વારા પહેલાથી જ સૂચના આપી દેવામાં આવી હતી કે એવી બેઠકો કે જ્યાં પહેલા કોંગ્રેસ જીતી ચુકી છે.આ સિવાય કોંગ્રેસ લડાયક મૂડમાં જે બેઠક પર લડવા સક્ષમ છે, એ બેઠકો પર કોઇપણ પ્રકારની બાંધછોડ કરવી નહીં.જે સૌથી સક્ષમ ઉમેદવાર હોય તેમને જ આ બેઠકો પર ઊભા રાખવાની સૂચના આપવામાં આવી છે.
અમિત ચાવડા આજે દિલ્લી જવા રવાના
પાર્ટીની સૂચનાઓને ધ્યાનમાં રાખીને જ અમિત ચાવડાને આણંદ બેઠક પરથી ટિકિટ આપવાનું નક્કી કરવામાં આવ્યુ છે. અમિત ચાવડાને લોકસભા ચૂંટણી લડાવવામાં આવે તેવી સ્થાનિક સંગઠન તરફથી રજૂઆત થઇ હતી.ભરતસિંહ સોલંકીએ પણ અમિત ચાવડાને લાવવા પાર્ટીને ભલામણ કરી હતી. આજે અમિત ચાવડા દિલ્હીમાં મળનારી CECની બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા છે.બપોરે તેમને સત્તાવાર રીતે જણાવવામાં આવશે કે આણંદ લોકસભા બેઠક તેઓ લડશે.
કોંગ્રેસ પાસે માત્ર 13 ધારાસભ્યો
કોંગ્રેસ પાસે હવે માત્ર 13 ધારાસભ્યોનું સંખ્યાબળ બચ્યુ છે.જેમાંથી 4 ધારાસભ્યોને કોંગ્રેસ લોકસભાની ચૂંટણી લડાવી રહી છે.તેના પરથી એ બાબત સ્પષ્ટ જોવા મળી રહી છે કે કોંગ્રેસ લોકસભા ચૂંટણીને હળવાસથી લેવા નથી માગતી, તેના જ કારણે કોંગ્રેસના દિગ્ગજો અને પૂર્વ ધારાસભ્યોને ચૂંટણી લડાવવામાં આવી રહી છે.