ડાંગ : ગિરિમથક સાપુતારાને પ્લાસ્ટિક મુક્ત બનાવવા અભિયાન હાથ ધરાયુ, જુઓ વીડિયો
ડાંગ : ગિરિમથક સાપુતારા થી માલેગામ ઘાટમાર્ગને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે સફાઈઅભિયાન નોટિફાઈડ એરિયાના ચિફઓફિસર ડો ચિંતન વૈષ્ણવની આગેવાનીમાં રાખવામાં આવ્યું હતુ. પર્યાવરણના જતનના સેવાયજ્ઞમાં મોટી સંસ્થાયમાં લોકો જોડાયા હતા.

સાપુતારા હોટલ એસોસિએશન, રેકડી ધારકો,ધાબાઓ, સહિત સ્વૈચ્છીક સંસ્થાઓ તેમજ સફાઈ કામદારોના કાફલા સાથે સાપુતારા માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગના ઘાટમાં પ્લાસ્ટીક સહિતનો કચરો દૂર કરી વાહન વ્યવહારને અડચણરૂપ ઝાડીઓની સફાઈ માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ઘાટ માર્ગ પરજમા થયેલ પ્લાસ્ટિક નો કચરો વીણીને ટેક્ટર દ્વારા વૈજ્ઞાનિકરીતે નિકાલ કરવામાં આવ્યો હતો.
આવનારા દિવસોમાં ગિરિમથક સાપુતારાને પ્લાસ્ટિક મુક્ત કરી સાપુતારા ના બન્ને પ્રવેશ દ્વાર પર પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવાની ઝુંબેશ હાથ ધરવામાં આવશે તેવું ચીફ ઓફિસર ડો ચિંતન વૈષ્ણવે જણાવ્યુ હતું.