Kheda : ડાકોર મંદિરમાં ધૂળેટી પર્વની ઉજવણી, મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે મંદિરે ઉમટ્યા, જુઓ Video
યાત્રાધામ ડાકોરમાં રણછોડરાય મંદિરમાં ધૂળેટીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં ભક્તો રણછોડરાયના દર્શન કરવા માટે મંદિરે ઉમટ્યા છે. ધૂળેટી પર્વને લઈ ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે.અહીં હોળી પણ વિશેષ રીતે પ્રગટાવવામાં આવી હતી.

ડાકોર મંદિરમાં ધૂળેટી પર્વની ઉજવણી થઇ રહી છે. ભક્તો મંદિરમાં અબીલ,ગુલાલ સહિતના રંગો ઉડાડતા જોવા મળી રહ્યા છે. મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા ભગવાનના દર્શન માટે ઉમટી રહ્યા છે.
આ પણ વાંચો- સુરતઃ નકલી ડિગ્રીના કૌભાંડમાં વધુ બે એજન્ટની ધરપકડ કરાઈ, જુઓ વીડિયો
બીજી તરફ પવિત્ર યાત્રાધામ ડાકોરમાં અનોખી હોળીની પરંપરાને જીવંત રાખવામાં આવી છે. સામાન્ય રીતે લાકડા અને છાણમાંથી હોળી પ્રગટાવવામાં આવતી હોય છે, પરંતુ ડાકોરમાં શ્રીફળની હોળી પ્રગટાવાય છે. વર્ષોથી ચાલતી આવતી આ પરંપરા આજે પણ જીવંત છે અને રણછોડજી મંદિરના પૂજારી દ્વારા આ હોળી પ્રગટાવવામાં આવે છે.