Loksabha Election 2024 : નર્મદામાં શેડો એરિયાના મતદાન મથકો માટે ખાસ વ્યવસ્થા, પોલીસને વોકીટોકી સાથે તહેનાત કરાશે, જુઓ Video

| Edited By: | Updated on: Apr 04, 2024 | 9:54 AM

નર્મદા જિલ્લો આદિવાસી બહુલ વસ્તી ધરાવતો જિલ્લો છે અને 47 ટકા વન વિસ્તર ધરાવતો જિલ્લો છે. અહીં અંતરિયાળ ગામોમાં હજુ પણ નેટવર્કનો અભાવ જોવા મળે છે. જો કે સમય જતા અહીં કેટલાક નવા મોબાઇલ ટાવર નખાયા છે.હજુ પણ જે મતદાન કેન્દ્રો કે જે શેડો એરિયામાં આવે છે, ત્યાં ખાસ વ્યવસ્થા ઊભી કરવાની તૈયારી ચાલી રહી છે.

નર્મદામાં અગાઉ 100 થી વધુ મતદાન કેન્દ્ર સેડ઼ો એરિયામાં આવતા હતા, પરંતુ પ્રવાસનને વેગ મળતા પ્રવાસીઓ વધુ આવતા ધીરે ધારે અહીં નવા મોબાઇલ ટાવરો નખાયા છે. હવે નર્મદા જિલ્લામાં મતદાન કેન્દ્રો કે જે શેડો એરિયામાં આવે છે એવા હવે માત્ર 24 જેટલા મતદાન કેન્દ્રો વધ્યા છે, જ્યાં ખાસ સુવિધાઓ કરવામાં આવશે.

આ પણ વાંચો- પાટણના હારીજમાં માત્ર 13 લાખ રુપિયામાં ખરીદી શકશો વિશાળ ઘર,જાણો શું છે વિગત

જિલ્લા ચૂંટણી અધિકારી એ જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં હાલ 24 જેટલા સેડો એરિયાના ગામો છે જ્યા કનેક્ટિવિટી ઓછી છે.મતદાન સમયે ચોકક્સ માહિતી ઝડપથી પહોંચાડી શકાય, તેમજ સ્થળ પર સીધો સંપર્ક સાધી શકાય તે માટે સુવિધા કરવામાં આવી રહી છે. સેડો એરિયાના મતદાન મથકો પર ફોરેસ્ટના પોલીસ જવાનોને વોકીટોકી સાથે સજ્જ રાખવામાં આવશે.જેથી માહિતીની ઝડપથી આપલે થઇ શકે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો