અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત બાદ કાર-ટ્રક આગમાં લપેટાયા, 3ને ઈજા
અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર નડીયાદ થી આણંદ વચ્ચે એક કારને અકસ્માત નડ્યો હતો. ટ્રક પાછળ કાર ઘૂસી જતાં અચાનક બ્લાસ્ટ થતાં ટ્રક અને કારમાં આગ લાગી હતી. અકસ્માત બાદ કારમાં આગ ફાટી નિકળી હતી. ટ્રક અને કાર સંપૂર્ણ રીતે આગમાં લપેટાઈ ગઈ હતી. આગની ઘટનાને લઈ ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.
અમદાવાદ વડોદરા અકસ્માત હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પૂર ઝડપે દોડતી એક કાર આગળ જતી ટ્રકના પાછળ ઘૂસી ગઇ હતી. કાર અથડાયા બાદ બ્લાસ્ટ થઇને આગમાં લપેટાઈ ગઇ હતી. કારમાં લાગેલી આગ ટ્રકમાં પણ પ્રસરી હતી. આમ ટ્રક અને કાર બંને આગમાં લપેટાઈ જવા પામ્યા હતા.
આ પણ વાંચો: રોહિત શર્માએ ધર્મશાળા ટેસ્ટ જીત્યા બાદ બતાવ્યું, ક્રિકેટમાંથી ક્યારે લઈ લેશે સંન્યાસ!
કારમાં ત્રણ લોકો સવાર હતા અને તે ત્રણેયને ઈજાઓ પહોંચી હતી. ઇજાઓને લઈ ત્રણેય મુસાફરોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આગ પ્રસરવાને લઈ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી આવી હતી.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો