સલમાન ખાન ઘર પર ફાયરિંગ કેસની તપાસ સુરતમાં શરુ થઇ, તાપી નદીમાં શોધખોળ, જુઓ Video

| Edited By: | Updated on: Apr 22, 2024 | 10:52 AM

સલમાન ખાન ઘર પર ફાયરિંગ મામલે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમની પુછપરછમાં અનેક ખુલાસા થયા છે. આ બંને આરોપી ભૂજમાંથી પકડાયા હતા, હવે આ કેસમાં આરોપીઓની પુછપરછના આધારે સુરતમાં પણ તપાસ શરુ કરવામાં આવી છે. 

સલમાન ખાન ઘર પર ફાયરિંગ મામલે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમની પુછપરછમાં અનેક ખુલાસા થયા છે. આ બંને આરોપી ભૂજમાંથી પકડાયા હતા, હવે આ કેસમાં આરોપીઓની પુછપરછના આધારે સુરતમાં પણ તપાસ શરુ કરવામાં આવી છે.

સલમાન ખાનના ગેલેક્સી ઘર પર ફાયરિંગ મામલે શૂટર સાગર પાલે નવી જાણકારી આપી છે. જેના આધારે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરત શહેરમાં ધામા નાખીને તપાસ શરુ કરી છે. એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક સુરત શહેરમાં પહોંચ્યા છે. આરોપીઓએ તેમની રિવોલ્વર સુરતના તાપી નદીમાં ફેંકી હોવાની માહિતી સામે આવી છે.  જેના આધારે સુરતમાં તપાસ કરવામાં આવી રહી છે.

આરોપીઓએ રિવોલ્વર સુરત તાપી નદીમાં ફેંકી હતી

આરોપીઓએ કેવી રીતે તાપી નદીમાં રિવોલ્વર ફેંકી તે પણ તપાસનો વિષય છે. જો કે સૂત્રો પાસેથી માહિતી પ્રમાણે આરોપીઓ ફાયરિંગ બાદ ટ્રેન મારફતે મુંબઇથી ભૂજ જઇ રહ્યા હતા, તે દરમિયાન તેમણે ટ્રેનમાંથી તાપી નદીમાં રિવોલ્વર નાખી હોવાની માહિતી છે. જે અંગે તપાસ કરવામાં આવી રહી છે.

 ભુજથી અંદાજે 40 કિમી દુરથી ધરપકડ કરવામાં આવી

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કર્યા બાદ શૂટરની ઓળખ કરવામાં આવી અને તેમની ભુજમાંથી ધરપકડ કરવામાં આવી હતી. બંન્ને આરોપીઓને પકડવા માટે ભુજ પોલીસની પણ મદદ લેવામાં આવી હતી. આ બંન્ને શૂટરની ભુજથી અંદાજે 40 કિમી દુરથી ધરપકડ કરવામાં આવી હતી.

Published on: Apr 22, 2024 10:28 AM