વિરમગામમાં 17 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર, દહીંની પ્રસાદી ખાધા બાદ તબિયત લથડી

| Updated on: Mar 08, 2024 | 11:57 PM

બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં સારવાર માટે વિરમગામ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. તો ઘટનાની જાણ થતાં મોટા હરીપુરા ગામના તલાટી અને પદાધિકારીઓ વિરમગામ સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

વિરમગામના મોટા હરીપુરા ગામમાં 17 જેટલા બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાની ઘટના સામે આવી છે. બાળકોને દહીંની પ્રસાદી ખાધા બાદ ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાની પ્રાથમિક માહિતી મળી છે. આ તમામ બાળકો 10 વર્ષથી નાની વયના છે.

બાળકોને સારવાર માટે વિરમગામ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. તો ઘટનાની જાણ થતાં મોટા હરીપુરા ગામના તલાટી અને પદાધિકારીઓ વિરમગામ સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

બીજી તરફ ગુરૂવારે રાત્રે પણ આવી જ એક ઘટના સામે આવી હતી. ગાંધીનગરમાં રાત્રે લગ્નમાં ભોજન બાદ 42 લોકોને ખોરાકી ઝેરની અસર થઈ હતી. લગ્નપ્રસંગમાં ભોજન બાદ ઝાડા-ઊલ્ટીની અસર થઈ હતી. તમામ અસરગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યારે 24 કલાકમાં આ બીજી ઘટના સામે આવી છે.

(With Input : Piyush Gajjar)

Published on: Mar 08, 2024 11:03 PM
અમદાવાદમાં પુરવઠા વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની કરાઇ અનોખી ઉજવણી, જુઓ Video
સુરત: મનપાના સેનેટરી ઇન્સ્પેકટર પર દુષ્કર્મ આચરવાના આરોપ બાદ ધરપકડ, જુઓ વીડિયો
અમદાવાદમાં પુરવઠા વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની કરાઇ અનોખી ઉજવણી, જુઓ Video
સુરત: મનપાના સેનેટરી ઇન્સ્પેકટર પર દુષ્કર્મ આચરવાના આરોપ બાદ ધરપકડ, જુઓ વીડિયો