Gandhinagar Video : લગ્નમાં ભોજન બાદ 42 લોકોને ફૂડ પોઈજનિંગ, દર્દીઓને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડાયા
ગાંધીનગરમાં રાત્રે લગ્નમાં ભોજન બાદ 42 લોકોને ખોરાકી ઝેરની અસર થઈ હોવાનું સામે આવ્યુ છે. લગ્નપ્રસંગમાં ભોજન બાદ ઝાડા-ઊલ્ટીની અસર જોવા મળી હતી. ઘટનાને પગલે ફૂડ પોઈજનિંગના શિકાર થયેલા લોકોને તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.
રાજ્યમાં અવારનવાર ફૂડ પોઈજનિંગની ઘટના સામે આવતી હોય છે. ત્યારે આ પ્રકારની ઘટના ગાંધીનગરમાં સામે આવી છે. ગાંધીનગરમાં રાત્રે લગ્નમાં ભોજન બાદ 42 લોકોને ફૂડ પોઈજનિંગની અસર થઈ હોવાનું સામે આવ્યુ છે. લગ્નપ્રસંગમાં ભોજન બાદ ઝાડા-ઊલ્ટીની અસર જોવા મળી હતી. ઘટનાને પગલે ફૂડ પોઈજનિંગના શિકાર થયેલા લોકોને તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.
બીજી તરફ આ અગાઉ રાજપીપળાથી અમદાવાદમાં લગ્ન માટે જાન આવી હતી. જાનૈયાઓને અમદાવાદના નિકોલ વિસ્તારમાં જ્યાં લગ્ન હતા ત્યાં હોટલ મેરી ગોલ્ડમાં ભરપેટ જમણવાર પણ કરાવવામાં આવ્યો હતો. જોકે જાન લગ્ન વિધી પતાવીને પરત ફરી ત્યારે જાણે કે મુસીબત સર્જાઈ ગઈ હતી. જાનૈયાઓને નડિયાદમાં સારવાર માટે દાખલ કરવા પડ્યા હતા.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Mar 08, 2024 05:03 PM