Loksabha Election : પોરબંદરમાં જોવા મળ્યો ઉમેદવાર મનસુખ માંડવિયાનો અનોખો અંદાજ, ક્રિકેટના મેદાનમાં લગાવ્યા ચોગ્ગા-છગ્ગા, જુઓ Video
એક તરફ ચૂંટણી પંચ મતદાન મથકોની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી રહ્યું છે. તો બીજી તરફ ઉમેદવારો પણ મતદારોને રિઝવવા કંઈક અનોખું કરી રહ્યા છે. પોરબંદર બેઠક પરથી ઉમેદવારો ક્રિકેટ રમતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.

મનસુખ માંડવિયા પોરબંદરની લોકસભા બેઠક પરથી ઉમેદવાર છે. જો કે ચૂંટણીના જંગ પહેલાં તે ક્રિકેટના મેદાન પર તેમનો “દમ” દેખાડતા નજરે પડ્યા. મનસુખ માંડવિયા એક આગવા જ અંદાજ સાથે બોલિંગ અને બેટીંગ કરતા નજરે પડ્યાં. તેઓ યુવાનોને પ્રેરણા આપવા ક્રિકેટના મેદાનમાં ઉતર્યા હતા. પહેલાં તેમણે ધમાકેદાર બોલિંગ કરી અને પછી જોરદાર બેટીંગ કરતાં ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવતા દેખાયા હતા. ઈલેક્શન પહેલાંનો મનસુખ માંડવિયાનો આ અંદાજ તેમના ચાહકોને પસંદ આવી રહ્યો છે.
આ પણ વાંચો- સુરત: ઉત્રાણ પોલીસે વધુ એક બોગસ ડિગ્રીનું રેકેટ ઝડપી પાડ્યું, 3 ની ધરપકડ કરાઈ, જુઓ વીડિયો
ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં પોરબંદરના વિધાનસભા બેઠકના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા પણ મણિયારો રાસ રમતા નજરે પડ્યા હતા. પરંપરાગત પોશાકમાં રાસ રમતા અર્જુન મોઢવાડિયાને જોઈને સ્થાનિકો પણ આકર્ષાયા હતા. પહેલી જ વાર તેમનો આ અનોખો અંદાજ લોકોની સામે આવ્યો છે.